રાજકોટના રામનાથપરાના ભવાનીનગરમાં રાત્રીના સામાજિક સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલી છાસ પીધા બાદ બાળકો સહીત 30ને ફૂડ પોઇઝનિંગ અસર થતા બે બાળકો બે યુવતી, એક મહિલા સહીત આઠ જેટલા બાળકોને સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઉપરાંત અન્ય બાળકોને ઘરે સારવાર આપવામાં આવી હતી. બનાવથી વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના ભવાનીનગરમાં સામાજિક સંસ્થા દ્વારા ઠંડી મસાલા છાસનું વિતરણ કરવામાં આવતું હતું દરમિયાન વિસ્તારના બાળકો સહિતનાએ છાશ પીધી હતી. છાશ પીધા બાદ થોડી જ વારમાં બાળકોને પેટમાં દુઃખાવો થવાની સાથે ઉલ્ટીઓ કરવા લાગતા પરિવારજનોમાં ચિંતામાં આવી ગયા હતા અને ફૂડ પોઇઝનિંગ હોવાનું જણાતા બાળકોને તાકીદે પદ્મકુંવરબા (ગુંદાવાડી) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આઠ જેટલા બાળકોને દાખલ કરી સારવાર આપવામાં આવી હતી જયારે કેટલાક બાળકોએ ઘરે જ સારવાર લીધી હતી. આ પૈકીના જયરાજ હિતેષભાઇ જાડા (ઉ.વ.10) નામના બાળકને વધુ અસર હોવાથી તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે બાળકથી સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સારવાર માટે ખસેડવામાં આવેલા બાળકોમાં રાજવી રોહિતભાઈ પરમાર (ઉ.વ.4), હાર્દિક નરેન્દ્રભાઈ ભાટી (ઉ.વ.6), હસું નવીનભાઈ ચાવડા (ઉ.વ.8), જય રમેશભાઈ બાંભણીયા (ઉ.વ.8), અંશુ નવનીતભાઈ રાવલ (ઉ.વ.8), ઈશાન રાજુભાઈ ચાવડા (ઉ.વ.12), દિપાલી દિનેશભાઇ શિયાળ (ઉ.વ.21), નમરતા ધરમશી (ઉ.વ.21), મુકેશભાઈ પ્રભુદાસ ગોંડલીયા (ઉ.વ.38) રમાબેન ભુપતભાઇ શિયાળ (ઉ.વ.42),
એક તબક્કે 200 જેટલા બાળકોને અસર હોવાનો મેસેજથી મેડિકલ ઇમરજન્સી જાહેર કરાઈ
ગત રાત્રિની ફૂડ પોઇઝનિંગની ઘટનામાં એક તબક્કે 200 જેટલા બાળકોને અસર થઇ હોવાની વાત સામે આવતા પદ્મકુંવરબા અને ઝનાના હોસ્પિટલમાં ઇમર્જન્સી મેડિકલ હોવાનો મેસેજ છોડવામાં આવ્યો હતો અને ડોક્ટર, નર્સીંગ સ્ટાફને તાકીદે હાજર થવા જણાવવામાં આવ્યું હતું અને ઝનાનામાં ચિલ્ડ્રન વિભાગમાં બેડ, દવા, ઇન્જેક્શન સહિતની વ્યવસ્થા પણ તાબડતોબ ઉભી કરવામાં આવી હતી. જો કે 15 થી 20 બાળકોને જ અસર હોવાની વિગતો મળતા હોસ્પિટલ વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનાને વખાણવા બદલ સેલિના જેટલીને મળી ધમકી
May 10, 2025 11:57 AMથીમ ગમી જાય તો સની સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ ફિલ્મ સાઇન કરી લે
May 10, 2025 11:52 AMસલાયામાં ડ્રોન કેમેરા જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાયો
May 10, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech