15 ઓગસ્ટે લાલકિલ્લા ઉપર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવાનું ષડયંત્ર

  • August 13, 2020 02:59 PM 272 views

સ્વતંત્રતા દિવસ માટે ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકામાં રહેતા સિખ ફોર જસ્ટિસનાં આકાઓમાંથી એક ગુરુવતપંત સિંહ પન્નૂએ જાહેરાત કરી છે કે 14, 15 અને 16 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવનાર સિખને સવા લાખ ડોલરનુ ઈનામ આપવામાં આવશે.

 

ખાલિસ્તાન આતંકવાદી સંગઠન સિખ ફોર જસ્ટિસ ગુરુવતપંત સિંહ પન્નૂએ પોતોનો એક વિડીયો જાહેર કર્યો હતો. તેમાં તેણે દિલ્હીને ખાલિસ્તાન બનાવવાની વાત કરી હતી. આ સંગઠન પાકિસ્તાનની એજન્સી ISI સાથે મળી ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. હાલમાં જ ભારતે ગુરુવતપંત સિંહ પન્નૂને ડિઝિનેટેડ ટેરરિસ્ટનો ખિતાબ આપ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application