સાંઢીયા પુલના જનતા લોકાર્પણની આપની ચિમકી બાદ ૧૫ કાર્યકર્તાઓની અટકાયત
સાંઢીયા પુલના જનતા લોકાર્પણની આપની ચિમકી બાદ ૧૫ કાર્યકર્તાઓની અટકાયત
May 23, 2026 02:17 PM
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર રૂ.૭૪ કરોડના ખર્ચે નવનિર્મિત સાંઢીયા પુલને ખુલો મુકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા આપવામાં આવેલી જનતા લોકાર્પણની ચીમકી બાદ આજે લોકાર્પણ મામલે રાજકીય માહોલ ગરમાયો હતો. પુલને જનતા માટે તાત્કાલિક ખુલ્લો મુકવાની માંગ સાથે વિરોધ કાર્યક્રમની જાહેરાત કરનાર આપના અંદાજે ૧૫ જેટલા કાર્યકરોની પોલીસે કાર્યક્રમ આપે તે પૂર્વે જ અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,લાંબા સમયથી તૈયાર હોવા છતાં સાંઢીયા પુલને વાહન વ્યવહાર માટે ખુલો મુકવામાં વિલંબ થતાં લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે પ્રતિકાત્મક રીતે પુલ ખુલ્લો મુકવાની ચીમકી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું. આંદોલનને રોકવા માટે પોલીસે સવારથી જ જામનગર રોડ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આપના કાર્યકરો એકત્રિત થાય તે પહેલાં જ પોલીસ દ્વારા આશરે ૧૫ જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અટકાયત દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે માથાકૂટ થયાનું જાણવા મળે છે. આપના આગેવાનોનો આક્ષેપ છે કે, શહેરના વિકાસના કામોમાં રાજકીય કારણોસર વિલંબ કરવામાં આવી રહ્યો છે અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, પુલ તૈયાર હોવા છતાં લોકો ટ્રાફિક સમસ્યા ભોગવી રહ્યા છે. સરકાર અને તંત્ર તાત્કાલિક પુલ શરૂ કરે નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી તરફ પોલીસ અને તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સાંઢીયા પુલ મુદ્દે હવે રાજકીય તણાવ વધુ વધે તેવી શક્ય