ચૂંટણીની આચારસંહિતા સહિતના કારણો છતા રાજકોટ શહેર અને જિલ્લામાં માત્ર મે મહિનામાં જ મિલકત લે વેચ ને લગતા ૧૪૮૬૦ સોદા થયા છે અને તેમાં સરકારને સ્ટેમ્પ ડુટી તથા જત્રી પેટે ૭૨ કરોડથી વધુ આવક થવા પામી છે. સાયન્ટિફિક ઢબે જંત્રીના નવેસરથી સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને હવે ગમે ત્યારે નવા જંત્રીદરની જાહેરાત થાય તેવી શકયતા હોવાના કારણે ચૂંટણી આચાર સહિતા જેવા કારણો હોવા છતાં લોકોએ મિલકત ખરીદીના દસ્તાવેજોની નોંધણીને અગ્રતા આપી હતી.
રાજકોટ શહેરમાં થયેલા સોદાઓની વાત કરીએ તો મવામાં ૮૦૨ મવડીમાં ૧,૪૦૫ કોઠારીયામાં ૧૩૧૪ રૈયામાં ૧૨૬૭ સોદા થયા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૮૩૧ અને રતનપરમાં ૧૧૨૦ મિલકતના સોદાઓ થયા છે. મોરબી રોડ પર સૌથી વધુ સોદા ૨૦૫૨ થયા છે.રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાઓમાં મિલકત લે વેચ ને લગતા એક મહિનામાં થયેલા સોદાની વિગત પર નજર રાખીએ તો કોટડા સાંગાણી તાલુકામાં ૫૦૫ લોધિકા તાલુકામાં ૭૯૪, વિછીયામાં ૯૮ ઉપલેટામાં ૫૨૫ જેતપુરમાં ૭૧૬ ધોરાજીમાં ૩૮૦ ગોંડલમાં ૧૩૮૪ જસદણમાં ૪૩૧ જામકંડોરણામાં ૧૧૪ પડધરીમાં ૨૯૩ સોદા થયા છે.જિલ્લા રજીસ્ટ્રાર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ચૂંટણી આચાર સહિતાના કારણે આ વિભાગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હતા અને તેના કારણે મતદાન અને ત્યાર પછીના દિવસે કચેરીઓ બધં રાખવામાં આવી હતી. જેના કારણે સોદા થોડા ઓછા થયા છે. આવી જ રીતે મહિનાની શઆતમાં સર્વર અને સોટ વેરના અપગ્રેડેશનની કામગીરીના કારણે કામકાજ ચાર દિવસ માટે બધં રહ્યા હતા. જો કચેરીઓ એકધારી ધમધમતી રહી હોત તો સોદાની સંખ્યામાં હજુ વધારો થવાની શકયતા હતી. અત્યારે દરરોજ નિયત સમય મર્યાદામાં જ ટોકન આપવામાં આવે છે અને તેના કારણે પણ સોદાઓની સંખ્યાને અસર થઈ રહી છે.
યારે જંત્રીદર માં ફેરફાર કરવામાં આવ્યો ત્યારે દસ્તાવેજોની નોંધણી માટે છેલ્લા દિવસોમાં ભારે પડાપડી થઈ હતી. અત્યારે પણ નવી જંત્રી ગમે ત્યારે આવી પડે અને વધારાના નાણાં ચૂકવવા ન પડે તેવી માનસિકતા સાથે પણ ઘણા દસ્તાવેજો નોંધાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech