14થી 20 સપ્ટેમ્બર સુધીના દિવસો કેટલાક શુભ છે તમારા માટે તે જાણી લો એક ક્લિક પર

  • September 14, 2020 12:24 PM 545 views

મેષ
સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં ફેરફારો ન કરવા. નોકરીમાં કાર્યભાર, ટેન્શન રહે. મિલકતના પ્રશ્નોમાં લાભ. સટ્ટાથી દૂર રહેજો. લ ઇચ્છુકોને અનુકુળતા રહે. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો. લખાણ દસ્તાવેજોથી લાભ. ભીડભાડથી સર્તકતા રાખવી. વધુ પડતા સંવેદનશીલ બનો તેવા ગ્રહો ચાલે છે. જેથી આ બાબત સજાગતા કેળવજો. વિજાતીય આકર્ષણમાં વધારો થાય. નવી ઓળખાણ બાબત તકેદારી જરૂરી. મેડિટેશન, યોગથી તનાવ દૂર થાય. ભૌતિક ચીજ વસ્તુ પ્રત્યેનો લગાવ ન વધે તેનું ધ્યાન રાખવું. શેર સટ્ટામાં લાંબા ગાળાનું રોકાણ લાભદાયક રહેવાનું.

 

વૃષભ
સપ્તાહ દરમિયાન નોકરીમાં પરિવર્તનની ઇચ્છા રહે. વ્યવસાયમાં સફળતા. મિલકતના પ્રશ્નોમાં સંભાળવું. સગાઇ લના કાર્યમાં સફળતા. શેર સટ્ટાથી લાભ. માનસિક તનાવ રહે. ભૌતિક સુખનો લગાવ રહે. બીજાને મદદ કરવાથી લાભ રહે. સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું ન ભુલતા. નકારાત્મક વિચારોને ટાળજો. તમોને સમજી શકે તેવા મિત્રો બનાવો સાથે સાથે ભાઇ–બહેનો કે મિત્રો સાથે ગેરસમજો ટાળજો. ભાગીદારોને સહકાર આપવો. અપચો, કાર્યશકિત વધે. લેખનકાર્યમાં કોઇની મદદ મળે. સ્વાસ્થ્ય બાબત બ્લડપ્રેશરની તકલીફોથી જાળવવું. ધાર્મિક યાત્રા પ્રવાસની ઇચ્છા ફળવાની. મોસાળથી સારો લાભ રહેવાનો.

 

મિથુન
સપ્તાહ દરમિયાન નોકરીમાં સફળતા રહે. અધિકારી વર્ગનો સહકાર રહે. મહત્વના નિર્ણયો માટે સારો સમય આત્મવિશ્ર્વાસ વધવાનો છે. લેખન શકિતમાં વધારો થાય. સ્વાસ્થ્ય બાબત માથાનો દુ:ખાવો પરેશાન કરે. વિદેશ પ્રવાસ થાય કે કોઇ લાભ રહે. ભાઇ–બહેનો સાથે થયેલા મતભેદો દૂર થાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. બુધવાર સફળતાવાળો રહે. ભાગીદારો સાથે કોઇ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. કાનૂની પ્રશ્નોમાં સફળતાવાળો સમય રહે. માસ્ક પહેરવાનું ન ભુલતા. ગુરૂવાર લાભદાયક રહેશે.

 

કર્ક
સપ્તાહ દરમિયાન નોકરીમાં કોઇ સારો લાભ કે પ્રમોશન વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ. ભાઇ–બહેન કે મિત્રોથી લાભ. માતાના સ્વાસ્થ્યને લઇને સાધારણ ટેન્શન રહે. નાણાકિય મુશકેલી હળવી થાય. મહત્વના કાર્યેામાં સફળતા રહે. પ્રતિામાં વધારો થાય. આંખોને લગતી તકલીફોથી પરેશાની. રવિવાર, સોમવાર લાભદાયક રહે. મહત્વના નિર્ણયો ખૂબજ ધીરજપૂર્વક કરવા. નાના વસ્તુને મોટુ સ્વરૂપ ન અપાય જાય તેનું ધ્યાન રાખવું અપરણીતોને લ કે સગાઇનું કાર્ય સફળ થવાનું છે. તમારા સંબંધોના કારણે સંતાનોને નોકરી કે વ્યવસાયમાં મદદ મળવાની છે. ખર્ચ ઉપર કાબુ રાખવો. સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી રહે.

 

સિંહ
સપ્તાહ દરમિયાન નોકરીમાં અનુકુળતા રહે. વ્યવસાયમાં તનાવ, સરકારી કામમાં ટેન્શન રહે. મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા રહે. લ ઇચ્છુકોને સફળતા રહે. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો. નવા રોકાણમાં સાવધાની જરૂરી. માસ્ક પહેરવાનું ન ભુલતા. સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી રહે. સીઝનલ ધંધાની ઓફર આવે જેવા રોકાણ બાબત સાવધાની રાખવી. જીવનસાથીનો સહકાર મળવાનો. સરકારી બાબતોને લઇને ટેન્શન રહે. ભાગીદારી યોજનામાં જાળવવું. મોસાળથી લાભ રહે. કર્જ કરીને કોઇ સપ્તાહસ ન કરવું. ઇલેકટ્રોનિકલ ચીજ વસ્તુની ખરીદી થાય. વિદેશ વસતા સગા સ્નેહીજનોનો સહકાર રહે. ભીડભાડથી દૂર રહેવું હિતાવહ છે.

 

કન્યા
વ્યવસાયમાં ફેરફારો થાય. નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ. કાનૂની પ્રશ્નોમાં જાળવવું. મિલકતના પ્રશ્નો ઉભા થાય. શેર સટ્ટાથી દૂર રહેવું. વિદેશથી લાભ. શકય હોય તો પ્રવાસથી દૂર રહેજો. ગુરૂવાર અનુકુળતાવાળો રહે. રહેણાકનાં મકાનમાં મહત્વના ફેરફારો થાય. સંવેદનશીલ બનવાથી દૂર રહેજો. માનસિક તનાવ કારણ વગરનો રહેવાનો. પરિવારના વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેનશન રહે. ઇમ્પોર્ટ–એકસપોર્ટના બીઝનેશમાં અનુકુળતા રહે. રોકાયેલા નાણા છુટ્ટા કરવાના પ્રયત્નો ફળે. ધંધામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ લાભદાયક રહે. માસ્ક પહેરવાનું ન ભુલતા.

 

તુલા
સપ્તાહ દરમિયાન નોકરીમાં સ્થીરતા રાખવી. સ્થાનફેરની શકયતા રહે. વેપારમાં નવી ભાગીદારી ઓફર સાથે સરકારી કામકાજો ટાળવા. દલીલબાજીથી દૂર રહેવું. મહત્વના નિર્ણયો બાબત સાવધાની રાખવી. સ્વાસ્થ્ય બાબત બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી સાવધાની રાખવી. અંગત વાતો બીજાને ન કહેવી. ભાઇ–બહેનો કે મિત્રો સાથે સુમેળ રાખવો. રવિવાર લાભદાયક રહે. માસ્ક પહેરવાનું ન ભુલતા. નાણાકીય વહેવારોમાં સર્તક રહેવું. નવી નોકરીની ઓફર પણ આવે. જમીન મકાનના કાર્યમાં સફળતાવાળો સમય રહેવાનો. નિાપૂર્વકનું કાર્ય કોઇ સારી સફળતા અપાવશે. પરિવારના સભ્યોનો સહકાર સારો રહે. લ ઇચ્છુકોને મનપસદં પાત્ર સાથે લ કે સગાઇ લના કાર્યમાં જરૂરી સફળતા મળે.

 

વૃશ્ચિક
સપ્તાહ દરમિયાન નોકરીમાં પ્રમોશનના ચાન્સ રહે. આવકનું પ્રમાણ વધવાનું છે. ધંધામાં સફળતા પ્રતિા વધે. અધિકારી વર્ગનો સહકાર રહે. નવી. ઓફર લાભદાયક રહે. સાથીઓ સાથે મૈત્રી ભર્યા અભિગમથી લાભ. ભાઇ–બહેનો કે મિત્રોથી લાભ. કારણ વગરના વિચારોથી પરેશાની રહે. મહત્વના નિર્ણયો બાબત અવઢવમાં રહો. શનિવાર વિશેષ સફળતાવાળો ભીડભાડથી દૂર રહેજો. અટકતા કાર્યેાને વેગ મળવાનો. નવી જવાબદારીઓ પણ વધવાની. રાજકીય કોન્ટેકટ વધે. સંગીત પ્રત્યેનો લગાવ વધે. લખાણ કે દસ્તાવેજોના કાર્યેામાં સફળતા મળવાની. રહેણાકના મકાનમાં કોઇ ફેરફારો થાય. ભાગ્યોદયની તક માટે સારો સમય રહે. જેના માટે તમારે પુરૂષાર્થ કરવો પડે.

 

ધન
નોકરીમાં પ્રયત્નો ફળવાના છે. ઉપરી વર્ગથી સહકાર રહે. નવી ઓફર આવે. વેપારમાં તમારા નિર્ણયો મહત્વના રહે. અચાનક લાભ. કર્જમાં રાહત, ભાગીદારોને સમજવા બુધ્ધિ પ્રતિભા સતેજ થાય. મિલકતથી અને રાજકીય ક્ષેત્રે લાભ. માસ્ક પહેરવાનું ન ભુલતા. ગુરૂવાર સફળતાવાળો રહે. નકારાત્મક વિચારોથી દૂર રહેજો. લ જીવનમાં મતભેદો ન થાય. તેનું ધ્યાન રાખવું. વિદેશ જવાના પ્રયત્નો ફળવાના. સંતાનો સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. કોઇ સારી ઓફરને ઝડપી લેવી. સંસ્થામાં સારો હોદો મળે. શેર સટ્ટામાં સમજીને કામકાજ કરવું.

 

મકર
વેપારમાં સફળતા. આવકનું પ્રમાણ વધે. નવી એજન્સીની ઓફર આવે. નોકરીમાં ઉપરી વર્ગનો સહકાર રહે. આત્મવિશ્ર્વાસ વધારવો. મનગમતી વ્યકિતની મુલાકાત થાય. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો. હરીફો ઉપર વર્ચસ્વ વધે. સામાજિક કાર્યેામાં સફળતા. યાત્રા પ્રવાસ થાય. ભીડભાડથી દૂર રહેજો. સ્વાસ્થ્ય બાબત બ્લડપ્રેશરની તકલીફવાળાઓએ જાળવવું. લ ઇચ્છુકોને કોઇ મનગમતી ઓફર આવે. ભાઇ–બહેનોથી સહકાર રહે. વિદેશ સાથેના કામકાજોમાં સફળતા મળે. પરિવારમાં માંગલિક પ્રસંગો ઉભા થાય. માસ્ક પહેરવાનું ન ભુલતા.

 

કુંભ
સપ્તાહ દરમિયાન નોકરીમાં પ્રમોશનના ચાન્સ. નવી નોકરીની ઓફર આવે. કાનૂની પ્રશ્નોમાં સમાધાનની ભુમિકા બંધાય. ભાઇ–બહેનોથી લાભ. રોકાયેલા નાણા છુટ્ટા થાય. જાગૃત અને ચપળ રહેશો તેટલો વધુ લાભ મળે. સ્વાસ્થ્ય બાબત સ્નાયુને લગતી તકલીફથી પરેશાની રહે. સામાજિક પ્રસંગોમાં યશ પ્રતિા મળે. અચાનક વિદેશથી લાભ મળે. શુક્રવાર સફળતાવાળો રહે. જીવનસાથી સાથે ગેરસમજો થઇ હશે તો તેમાં સુમેળના સંજોગો ઉભા થવાના. લ ઇચ્છુકોને લ કે સગાઇના કાર્યમાં સફળતા રહે. પુરૂષાર્થનું ફળ મળવાનું છે. મહત્વની વ્યકિતઓ મદદરૂપ થાય. માતાના સ્વસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહે. લકઝરી ચીજ વસ્તુ પ્રત્યેનો લગાવ વધવાનો છે. માસ્ક પહેરવાનું ન ભુલતા.

 

મીન
સપ્તાહ દરમિયાન નોકરીમાં સફળતા રહે. પગાર વધારો શકય બને. નવી ભાગીદારી ઓફરથી લાભ. મિલન મુલાકાત થાય. વેપારમાં અનુકુળતા રહે. નાણાકીય વહેવારો સમજીને કરવા. મુશ્કેલી સાથે કાર્ય સફળતા રહે. સ્વાસ્થ્ય બાબત હાર્ટની તકલીફવાળાઓએ સાવધાની રાખવી. વધુ પડતા વિચારોને કાબુમાં રાખવા. ભાઇ–બહેનોથી લાભ રહે. રવિ, સોમવાર લાભદાયક રહે. માસ્ક પહેરવું જરૂરી રહે. વિલંબમાં પડેલા કામકાજનો ઉકેલ આવે. લ ઇચ્છુકોને લ કે સગાઇના કાર્યમાં સફળતા મળવાની સંતાનોની પ્રગતિ થાય કે સંતાનોના સગાઇ કે લ જેવા પ્રસંગોમાં સફળતા રહે. પરિવારના સભ્યોની જરૂરીયાતોમાં વધારો થાય. જમીન મકાનના કાર્યમાં કોઇ નિર્ણય ઉતાવળથી ન લેવા. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી રહે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application