BREAKING NEWS

શાપર(વે) માં જુગારના બે દરોડામાં પત્તા ટીંચતા ૧૪ પરપ્રાંતિય શખસો ઝડપાયા

  • May 21, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે બે દોરડામાં જાહેરમાં જુગાર રમતા ૧૪ શ્રમિકોને ઝડપી લીધા હતાં. જયારે વીંછિયા પોીસે કંધેવાળીયા ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા વાડી માલિક સહિત છ શખસોને ઝડપી લીધા હતાં.જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી. રાણાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે શાપર વેરાવળમાં ગંગા ગેટ અંદર બંસીધર–૪ મીરેકલ પોલીમર્સ કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા છ શ્રમિકોને ઝડપી લીધા હતા. જેમાં રાજન બલરામ પટેલ, રાજેશ નરેન્દ્રભાઈ પટેલ, નવનીત લેખારામ પટેલ, પ્રમોદ ખેસીંગભાઇ ઠાકોર, અભિષેક સુનિલભાઈ આહીરવાલ, ધર્મેન્દ્ર જગદીશભાઈ લોધીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ . ૧૧,૨૩૦ કબજે કર્યા હતાં. શાપર પોલીસે આ જ વિસ્તારમાં જુગારના અન્ય એક દરોડામાં આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમાં મોતી મનોરથભાઈ આર્યા, સુરેન્દ્રનગર ચંદપાલભાઇ લોધી, અણરામ સ્વપભાઈ આહીરવાલ, વિજય શ્યામલાલ પાલ, રામજી કિરતસિંહ લોધી, જ્ઞાનસિહ શ્યામસુંદર લોધી, ઓધેશરામ રામઅવતાર અને પીતાંબર નાનકરામ જાટોનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૪,૧૮૦ કબજે કર્યા હતા. જુગારના અન્ય એક દરોડામાં વીંછિયા પોલીસમાં મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.એમ. રાઠોડની રાહબરી હેઠળ પીએસઆઇ એલ.ડી. મહેતા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે કંધેવાળીયા ગામની સીમમાં ભરતભાઈ માવજીભાઈ ઓળકીયા (રહે. કંધેવાળીયા) ની વાડીમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં વાડી માલિક ભરત ઓળકીયા, રસિક ઝવેરભાઈ ડાભી, ભરતભાઈ ઈશાભાઈ પીઠવા, રાજુ મોહનભાઈ ખેતરીયા, લાલજી આંબાભાઈ ટીંબલ, રમેશ મોરભાઈ બાંભણીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૦,૯૯૦ કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application