બધં ઘરોમાં કે મિલકતોમાં ચોરી થાય એ તો સમજયા પરંતુ જયારે મકાન માલીકની હાજરીમાં ચોર ચોરી કરી જાય ત્યારે કોને કહેવું... આવી ઘટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા વેપારી પરિવાર સાથે બની છે. દિવાળી કામ માટે બોલાવાયેલા ચાર સફાઈ કામદારો આવ્યા તો ખરા પરંતુ ઘરે ચોરને તેડાવ્યા હોય તેમ સફાઈ કામદારો ઘર કી સફાઈ કરતાની સાથે જ કબાટમાં રહેલા ૧૪ લાખ રૂપિયાની રોકડની પણ સફાઈ કરી જતાં ઘરધણીની હાલત કફોડી બની ગઈ હતી. અંતે પોલીસનો સહારો લેતાં તાલુકા પોલીસે મોબાઈલ નંબરના આધારે ચારેય શખસોને સકંજામાં લઈ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
દિવાળી નજીક આવતા હવે સાફસફાઈની કામગીરી ઘરે ઘરે શરૂ થઈ છે. આ સમયે આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારો બહારથી માણસો બોલાવીને ઘર કી સફાઈ કરાવતા હોય છે. શાલીગ્રામ એપાર્ટમેન્ટ ફલેટ નં.બી–૧૦૦૨માં રહેતા વેપારી હરસુખભાઈ બચુભાઈ ઠુંમરના પત્નીએ પાડોશમાં રહેતા મીતલબેન કેતનભાઈ કથીરીયાએ ગત તા.૩ના રોજ પોતાના ઘરે બહારથી સફાઈ કામદારો બોલાવીને દિવાળી કામ કરાવ્યું હતું. જેથી હરસુખભાઈના પત્નીએ પણ આ બાબતે પતિને વાત કરી પોતાના ફલેટની સાફસફાઈ માટે એ કામદારોને બોલાવવા કહ્યું હતું. હરસુખભાઈએ સહમતી આપતા તેના પત્ની પાડોશી મીતલબેન પાસેથી સફાઈ કામદારનો મોબાઈલ નંબર લીધો હતો અને ફલેટમાં સાફસફાઈ કરાવવા બાબતે વાત કરી હતી.
સફાઈ કામ માટે પ્રભુએ ચાર માણસો આવશે અને પાંચ હજાર થશે તેવું કહી ગતરોજ તા.૧૮ના શુક્રવારે સવારે મજુર પ્રભુ સહિતના ચાર લોકો આવ્યા હતા. એ સમયે ઘરે હરસુખભાઈના માતા પિતા અને પત્ની હતા. હરસુખભાઈ બપોરે ઘરે જમવા આવ્યા હતા અને જમીને પરત ચાલ્યા ગયા હતા. રાત્રે ઘરે આવ્યા ત્યારે ધંધાના કામ માટે નાણાની જરૂરીયાત હોય કબાટમાંથી નાણા કાઢવા જતા અંદર ૧૪ લાખની રોકડ ગાયબ હતી. હરસુખભાઈએ તેના પત્નીને વાત કરી હતી. પત્નીએ પોતાને આ બાબતે કઈં ખબર ન હોવાનું કહ્યું હતું. જેથી વેપારીએ પત્નીને પુછયું કે, કામદારો સિવાય કોઈ ઘરે આવ્યું હતું કે કેમ ? તે બાબતે પત્નીએ અન્ય કોઈ વ્યકિત ન આવ્યાનું જણાવ્યું હતું.
વધુ વાત સાથે હરસુખભાઈને તેના પત્નીએ કહ્યું કે, બપોરે ૪ વાગ્યાની આસપાસ ચાર માણસો પૈકી પ્રભુ અને એક અજાણ્યો માણસ ઘરની બહાર ગયા હતા. ૧૦ મીનીટ પછી પાછા આવ્યા હતા. પ્રભુએ કહ્યું કે, અમારે બે માણસોને ઈમરજન્સી કામ આવી ગયું હોવાથી અન્ય બે માણસો મોકલું છું તેમ કહી બન્ને ચાલ્યા ગયા હતા. થોડીવારમાં બે ઈસમો આવ્યા હતા. આ ચારેય ૮ વાગ્યે કામ પુરૂ થતાં નકકી થયા મુજબની પાંચ હજારની રકમ લઈને નીકળી ગયા હતા. આ વાતથી વેપારી હરસુખભાઈને સફાઈ કામદારે જ ઘર કી સફાઈની સાથે ૧૪ લાખની સફાઈ પણ કરી નાખી હોવાની શંકા જતા ચારેય સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તાલુકા પોલીસે મજુર પ્રભુ સહિત ચારને રાઉન્ડ અપ કર્યા હોવાનું જાણવા મળે છે.
મોરબી રોડ પર બે કારખાનામાં તસ્કરો ત્રાટકયા, ૧.૧૪ લાખની માલમતા ચોરી
તહેવાર નજીક આવતા તસ્કરો પણ તહેવારની ઉજવણી માટે નાણા ભીડ હળવી કરવા માટે મેદાને ઉતર્યા છે. મોરબી રોડ પર વાછકપર બેડી ગામ જવાના રસ્તે એકસાથે ત્રણ કારખાનાને નિશાન બનાવીને ૧,૧૪,૫૦૦ની કિંમતના માલમતાની ચોરી કર્યાની ઘટના કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાઈ છે. મવડી પ્લોટમાં રહેતા અને સોલટેકસ પેપર એલએલપી નામે કારખાનું ધરાવતા ધવલ વિનોદભાઈ ખુંટે ફરિયાદ નોંધાવી છે. જેમાં તા.૧૬ના રાત્રી દરમ્યાન તેના કારખાનામાં ચોરી થઈ હતી. ૧૫ હજારની રોકડ અને અંદર કામ કરતા અને રહેતા ૭ મજુરના મોબાઈલ ફોન ચોરાયા હતા. આવી જ રીતે નજીકમાં જેેએસડી ઈન્ડસ્ટ્રીઝ નામના હીતેન્દ્રભાઈ જીવણભાઈ મેરા (રહે. કરણ પાર્ક) કારખાનામાં ત્રાટકી ૪૦ હજારની રોકડ અને ૩ મજુરના મોબાઈલ ફોન ચોર્યા હતા. આમ બન્ને કારખાના મળી ૧૦ મોબાઈલ અને ૫૫ હજારની રોકડ સાથે ૧.૧૪ લાખની ચોરી થઈ હતી. પોલીસે ચોરાયેલા મોબાઈલ ફોનના આધારે તસ્કરોને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMદમણમાં સનસનાટીભરી ચોરી: કરોડોનું સોનું અને વિદેશી ચલણ ગાયબ, મંદિરમાં પણ હાથફેરો
February 28, 2025 09:01 PM16 વર્ષે ન્યાય મળ્યો: સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ
February 28, 2025 08:59 PMરાજકોટ AIIMSમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટરનો પદભાર: કલેક્ટર અને DDOએ લીધી મુલાકાત
February 28, 2025 08:58 PMજામનગર જિલ્લાના પાંચ હોમગાર્ડઝને ઓફિસર તરીકે પ્રમોશન
February 28, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech