પોલીસ અને લોકરક્ષક દળની ૧૨૪૭૨ જગ્યા માટે ૧૪ લાખ અરજી આવી

  • May 13, 2024 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયમા આગામી દિવસસોમા પોલીસની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામા આવી હતી.લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે ના અરજી પત્રક ભરવાનો સમય પૂર્ણ થયો છે.પીએસઆઈ માટે ૪.૫ લાખ અને લોકરક્ષક ૯.૮૩ લાખ અરજીઓ મળી છે.તેમ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે.

સ્નાતક અને ધોરણ ૧૨ ની પરીક્ષાઓ ના પરિણામ આવ્યા બાદ આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધુ યુવાનોને પોલીસ ભરતીમા તક આપવામા આવશે.નવુ ફોર્મ ભરવા ઉમેદવારોને ૧૫ દિવસનો સમયગાળો આપવામાં આવશે આ સમયગાળા દરમિયાન તેઓ અરજી કરવા માટે પૂરતી તક મળશે અને.ચોમાસા બાદ એટલે કે ઓકટોબર થી નવેમ્બર મહિના વચ્ચે શારીરિક કસોટી લેવામાં આવશે.


 આ પરીક્ષાનુ આયોજન ઓફલાઈન કરવામા આવશે.પોલીસ વિભાગની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ.આર.પી.એફ.અને જેલ સિપોઇ વર્ગ–૩ સંવર્ગની કુલ: ૧૨૪૭૨ ભરતી માટેના ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.અને હજુ વધુ યુવાનોને પોલીસ સર્વિસ માટે તક આપવામા આવશે.તેમ બોર્ડ ના અધ્યક્ષ હસમુખ પટેલ જણાવયુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application