જામનગર અને જામજોધપુરમાં ૧૭ જુગારી પકડાયા

  • April 05, 2021 08:20 PM 

ખાઈ ફળી તથા સીદસર ખાતેના દરોડામાં રોકડ અને સાહિત્ય કબજે

જામનગરના ખંભાળિયા નાકા બહાર ખાઈ ફળીમાં જુના સોચાલય પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રોકડ સાથે દબોચી લીધા હતા જ્યારે જામજોધપુરના સીદસર ગામે જાહેરમાં તીનપતીની મોજ માણતા 12 શખ્સો પોલીસની ઝપટમાં આવ્યા હતા.

ખંભાળિયા નાકા બહાર પડી વિસ્તારમાં ઘોડી પાસાનો જુગાર રમતા લાલ ખાણના મુસ્તાક નુરમામદ જીદાણી, યુસુફ કાસમ જિંદણી, અકબર હારુંન ભાડેલા, ખોજા નાકે રહેતા ભીમજી જીવા પારીયા, ફિરોજ ઈસ્માઈલ ઉનડ નામના શખ્સોને જુગાર રમતા રોકડા 11050 સાથે દબોચી લીધા હતા.

જામજોધપુર તાલુકાના સિદશર ગામે વોકળાના ખુલા પટમાં તીનપત્તીનો જુગાર રમતા જામજોધપુર રામવાડીના કેતન કાંતિ ઘોડાસરા, રામવાડી ખાતે રહેતા કિરણ લાલજી સિણોજીયા, રવિ ઉર્ફે મદન કાંતિ ખાટ, ભોગીલાલ ઉર્ફે ભોગીદાસ કાળા વાછાણી, માકદિયા વાડી ખાતે રહેતા હાર્દિક રમેશ કનેરિયા, જામજોધપુર બસ સ્ટેન્ડ પાસે રહેતા ધવલ ઉર્ફે કાનો કિશોર ખાટ, પ્રદીપ રમણીક બરોચીયા, રબારીપાના તોફીક હુસેન મકરાણી, લીમડા ચોકમાં રહેતા ઇમરાન સલીમ રાવકરડા, રામવાડીના વિપુલ કાંતિ ઘોડાસરા, હવેલી શેરી ખાતે રહેતા મુકેશ રૂધનાથ મણવર, અશ્વિન કાંતિ ભાયાણી નામના શખ્સો ને જી તીનપત્તીનો જુગાર રમતા રોકડ રૂપિયા 60, 490 સાથે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS