હું પણ કોરોના વોરિયર અભિયાન: મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ ખાસ સંવાદમાં ભાગ લેતા સાંસદ

  • May 22, 2020 11:22 AM 149 views

લોકડાઉન હળવું થયું છે પરંતુ આરોગ્ય માટે કાળજી લેવા પૂનમબેન માડમનો અનુરોધ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી વિજયભાઇ પાણીજી સાથે વિડીયો કોન્ફરન્સના ખાસ સંવાદમાં ભાગ લીધો હતો, તેમજ હું પણ કોરોના વોરિયર અભિયાનના પ્રારંભ સાંસદ પૂનમબેન માડમએ સૌ નાગરિકોને આરોગ્ય પ્રત્યે કાળજી લેવા વિશેષપે અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ પાણીજી દ્વારા યોજાયેલી, હું પણ કોરોના વોરિયર અભિયાન અંગેની વિડીયો કોન્ફરન્સના ખાસ સંવાદમાં ભાગ લઇ સંસદસભ્ય પૂનમબેન માડમએ કોવિડ-19 સામેના જંગમાં કોરોના હારશે ગુજરાત જીતશેની સજ્જતા વ્યક્ત કરી હતી.
કોવિડ-19 સામેનો જંગ અવિરત છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ પાણીજી દ્વારા હું પણ કોરોના વોરિયર અભિયાન પ્રારંભ કરાયું છે. જેના સંદર્ભમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ નાગરિકો વિશેષથી જણાવ્યું છે કે અત્યારે લોકડાઉન હળવું થયું છે, પરંતુ સંક્રમણ સામે સતેજતાની તાતી જર છે. ત્યારે આપણે સૌ આરોગ્યની કાળજી લેવા વધુ જાગૃતિ કેળવીએ અને પરિવારના બાળકો-વડીલોનું ઘ્યાન રાખીએ. માસ્ક જર પહેરીએ, ભીડ ન કરીએ, દો ગજ દૂરીનો ચુસ્ત અમલ કરી, કોરોનાને મ્હાત આપવા સૌ સાથે મળી હંમેશા સજ્જતા કેળવીએ તેવો નમ્ર અનુરોધ આ સાથે સાંસદ પૂનમબેન માડમએ કર્યો છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application