જામનગરમાં ક્ધટેન્ટમેન્ટ એરિયામાં ભંગ કરવા સબબ ફરિયાદ

  • May 22, 2020 11:14 AM 180 views

સમય મયર્દિા કરતા વધુ દુકાન-રેંકડી ખુલી રાખનારા દંડાયા: માસ્ક પહેયર્િ વિના ઘરની બહાર નિકળેલા સામે કરાતી રાવ: જાહેરનામા ભંગ સબબ કરાતી કાર્યવાહી

જામનગરમાં લોકડાઉનની વચ્ચે છુટછાટો આપવામાં આવી છે, જયારે શહેરના કેટલાક વિસ્તારોેને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્‌યા છે, આ પ્રતિબંધીત વિસ્તારમાંથી બિનજરી બહાર નિકળનારાની સામે પગલા લેવામાં આવી રહ્યા છે, ગઇકાલે વામ્બેઆવાસ ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં નિકળેલા બે વ્યકિત સામે ફરિયાદ કરવામાં આવી હતી જયારે સમય મયર્દિા કરતા દુકાન, રેકડીઓ ખુલ્લી રાખનારા ઝપટમાં આવ્યા છે, બિનજરી એકત્ર થનારાની સામે ફરિયાદો નોંધાઇ છે.
જામનગરના મયુરનગર મેઇન રોડ વામ્બેઆવાસ વિસ્તારને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, દરમ્યાનમાં વામ્બેઆવાસ બ્લોક નં.9માં રહેતા લાલગીરી ગોસાઇ અને બ્લોક નં.13માં રહેતા દેવા માયાણી આ બંને વ્યકિત ગઇકાલે જાહેરનામું અમલમાં હોય તેમજ ક્ધટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરેલ હોય તે જાણવા છતાં બિનજરી ઘરમાંથી બહાર નિકળી રોડ પર મળી આવતાં એસઓજીની ટુકડી દ્વારા બંનેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત ગોકુલનગર મેઇન રોડ પર રહેતા કૈલાસ રાઠોડ, ભાવિન રાઠોડને શિવનગર વિસ્તારમાં બિનજરી રીતે બહાર નિકળી ટોળુ એકત્ર કરી વિડીયોગ્રાફી કરતા જાહેરનામાનો ભંગ કયર્નિું સામે આવ્યું હતું. 
આ ઉપરાંત સત્યમકોલોની રોડ અન્ડરબ્રિજ પાસે જાહેરનામાનો ભંગ કરવા સબબ હિતેશ કકનાણી, જીગ્નેશ ભદ્રાની સામે ફરિયાદ કરવામાં આવી હતી. દિ.પ્લોટ કાનાનગરમાં રહેતા હિતેશ કટારમલે પોતાની ફ્રુટની રેકડી નિધર્રિીત સમય બાદ પણ બહાર રાખી વેંચાણ કરતો મળી આવ્યો હતો, જયારે હિરજી મિસ્ત્રી રોડ પર મનીષ ઓઝા, જયેશ ઇસલાણીયા, પરેશ શાહ, રીકીત શાહની સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. 
વધુ ફરિયાદમાં ચાંદીબજાર શીતલા શેરીમાં કિરીટ ચોકસીએ પોતાની દુકાન ખુલી રાખી જાહેરનામાનો ભંગ કર્યો હતો, નાગરચકલામાં રહેતા પરેશ માંડલીયા, કલ્યાણચોકમાં રહેતા ધ્લિીપ જોશી, વાણીયાવાડના કીર્તી પાટલીયા એ માસ્ક પહેયર્િ વગર ઘરની બહાર નિકળતા દંડાયા હતાં, સાધનાકોલોની બીજા ઢાળીયા પાસે પરમાનંદ ચોવટીયા, સંજય ભદ્રા, કેતન તાલપરા બિનજરી એકત્ર થઇ જાહેરનામાનો ભંગ કરી પરમાનંદભાઇએ પોતાની દુધની ડેરી મોડી રાત્રી સુધી ખુલી રાખી હતી. 
જયારે બેડી રોડ ઢાળીયા પાસે ભરત આલએ પોતાની દુકાન સમય મયર્દિા કરતા વધુ ખુલી રાખી હતી, ખોડીયાર કોલોનીમાં શ્યામ બુજડ, જય પરમારે બિનજરી બહાર નિકળી જાહેરનામાનો ભંગ કર્યો હતો, સત્યમકોલોની રોડ પર જાહેરનામાનો ભંગ કરવા સબબ પાર્થ ત્રિવેદી, જયદીપ ગોરણીયા, પ્રશાંત ત્રિવેદીની સામે ફરિયાદ કરવામાં આવી હતી. જયારે અશોક સમ્રાટનગરના પાલા ભરાઇ, ભાવેશ કરમુર આ બંનેએ બિનજરી ઘરની બહાર નિકળી જાહેરનામાનો ભંગ કર્યો હતો તેમજ ખોડીયાર કોલોની મેઇન રોડ પરથી મનહર તાળા, જીતેન્દ્ર કટારીયા આ બંનેેની સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ કરવામાં આવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application