જામનગરથી વધુ બે શ્રમિક સ્પેશયલ ટ્રેન રવાના

  • May 22, 2020 11:13 AM 138 views

જામનગર જિલ્લા વહિવટીતંત્ર, પશ્ર્ચિમ રેલ્વે મેનેજમેન્ટ અને પોલીસ વિભાગ દ્વારા બિહારના અરરિયા અને ઝારખંડના હટીયા 3200થી વધુ શ્રમિકોને મોકલાયા 

જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે આજે વધુ બે ટ્રેન રવાના થઇ હતી. પરપ્રાંતીય શ્રમિકોને સતત પશ્વિમ રેલ્વેના સહયોગથી તેઓના વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં અનેક વિસ્તારમાં કામ કરતા અંદાજે3200થી વધુ પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી બિહાર-અરરિયા અને ઝારખંડ-હટીયાખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી 13મી ટ્રેન મોકલવામાં આવી છે. 
કલેકટર રવિશંકરે તમામ વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડો. વિી ગર્ગ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા અને એસ.ડી.એમ. દ્વારા લોકોની સર્વે આવશ્યકતાઓ વિશે ચિવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં કુલ 22 કોચ અને 1 આગળ તથા 1 પાછળ એસ.એલ.આર. કોચ જોડવામાં આવેલ છે. રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે. શ્રમિકોને સુરક્ષિત વતન પહોંચાડવા પોલીસ વિભાગ દ્વારા સતત ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application