સલાયાના ક્ધટેઇનમેન્ટ ઝોનના જરુરિયાતમંદ 400 પરિવારોને રોકડ સહાય

  • May 22, 2020 11:10 AM 129 views

સલાયાના વોર્ડ નં. 3ના મદની ચોક તા.3-5-20થી તા.31-5-20 સુધી ક્ધટેઇનમેન્ટ જોન છે. જેમાં 500 પરિવારોના 3000 લોકો આ ઝોનમાં છે. આ ઝોનના જરુરિયાતમંદ લોકોની મુશ્કેલી તથા આર્થિક સંકડામણની વાત સલાયાના પી.આઇ. ગઢવી સાહેબની જાણમાં આવતા ગઢવી સાહેબે વહાણવટીભાઇ, ફિશરમેન આગેવાનો તથા જમાતના પ્રમુખ જુનસ પટેલ તથા નજીર જસરાયા, સીદીક જસરાયા, તોકલીવારા પરિવાર, ગાયત્રી વારા પરિવાર તથા અહેમદ પટેલના પરિવાર દ્વારા સ્થળ ઉપર જ 6 લાખ 85 નો ફાળો થતા સલાયા પી.આઇ. ગઢવી સાહેબ દ્વારા વોર્ડ નં. 3ના 400 પરિવારોને દરેક પરીવાર દીઠ ા. 1100 ની રોકડ સહાય કરવામાં આવેલ. તેમજ યુ.પી.ના તથા અન્ય રાજયના લોકોની  બ જઇ દરેક પરિવારને ા. 1000ની સહાય કરેલી. ગઢવી સાહેબના આ જહેમતને લોકો ખુબ જ પ્રસંશા કરી રહેલ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application