ભાટીયામાં પાન મસાલાના કાળાબજાર કરતા વેપારી: પોલીસ સાથે ચકમક

  • May 22, 2020 11:08 AM 133 views

ગુજરાત સહિત ભાટીયા લોકડાઉન 4 માં રાજય સરકાર દ્વારા પાન મસાલાની દુકાનો ખોલવાની શરતોને આધીન છુટ આપતા વ્યસનીઓએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ લોકડાઉન દરમ્યાન ભાટીયામાં એકના દસ ગણા કરી ખુલ્લેઆમ લુંટ ચલાવતા અમુક પાન મસાલાના વેપારીઓ હજુ પણ કાળાબજાર કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
આજરોજ જાગૃત નાગરિક દ્વારા ભાટીયા સ્ટેશન વિસ્તારમાં આવેલને લોકડાઉનમાં પણ કાળાબજારમાં બહુ ચર્ચિત એવા બાલકૃષ્ણ એજન્સીમાં એમઆરપીથી વધુ ભાથી માલનું વેચાણ કરતું હોવાની લેખિત અરજી ભાટીયા પોલીસને અપાઇ હતી. આ અરજીના આધારે ભાટીયા ઓ.પી.ના પી.એસ.આઇ. ઠાકરિયા મેડમ દ્વારા બાલકૃષ્ણ એજનસીના મનીષભાઇને ભાટીયા ઓ.પી.એ બોલવામાં આવ્યા હતા. ચાર્જ ઓફિસર દ્વારા મનીષભાઇને એમ.આર.પી.થી વધુ ભાવ લેતા હોવાનુ: પુછાતા મનીષભાઇએ કોઇ ઉંચો ભાવ ન લેતા હોવાનુ: પોતાના પક્ષમાં જણાવેલ. ઓફિસર દ્વારા માલ વેચાણના બીલ માંગતા બીલ દુકાને છે. ત્યાંથી લઇને બતાવી જાવ તેમ મનીષભાઇ જણાવેલ.
બીલ લઇને મનીષભાઇ એક દોઢ કલાક બાદ પણ ચોકીએ પરત ન આવતા મેડમ દ્વારા ટ્રાફીક બ્રિગેડના એક કર્મચારીને મનીષભાઇને ચોકીએ લઇ આવવાનું જણાવેલ. ચોરી ઉપર સે સીના જોરી તેમ બોલાવા ગયેલ ટ્રાફીક બ્રિગેડના કર્મચારી ઉપર મનીષભાઇ મિજાજી બનતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામી લાફાવાળી પણ થયેલ તેવું જાણવા મળ્યું છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application