રાજકોટ ઉપર મુખ્યમંત્રી વરસ્યા મહાપાલિકાને ૧૩૫ કરોડ ફાળવ્યા

  • January 02, 2024 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ
રાજકોટ મહાપાલિકાને વિકાસકામો માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ૧૩૫ કરોડની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યેા હતો. ગુજરાત સરકાર હસ્તકનાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર તરફથી પ્રતિ વર્ષની જેમ રાયની નગરપાલિકાઓ તથા મહાપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તે અનુસાર રાયની નગરપાલિકા તેમજ મહાપાલિકાને શહેરી વિકાસના કામો માટે આજે તા.૨–૧–૨૦૨૪ને મંગળવારના રોજ મુખ્યમંત્રીના હસ્તે .૨૦૮૪ કરોડના ચેક અર્પણ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં રાજકોટ મહાપાલિકાને સ્વર્ણિમ હેઠળના વિકાસ કમો માટે ૧૩૫ કરોડનો ચેક અર્પણ કર્યેા હતો.

ગાંધીનગર ખાતે આયોજિત શહેરી વિકાસના કામો માટે ચેક અર્પણ સમારોહમાં રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે .૧૩૫ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે .૧૩૫ કરોડની માતબાર રકમની ફાળવણી કરવા બદલ સૌએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો હતો.

વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ ગુજરાત રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત વેળાએ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોની ચર્ચા વિચારણા કરેલ હતી અને નવા વિકાસ કામોના પ્રોજેકટસ અંગે માર્ગદર્શન મેળવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News