નેસ્લે કંપની દ્વારા કોરોના વાયરસ પોલીસ કર્મીઓ માટે હેલ્થ ડ્રીંક અનુદાન કરાયું

  • May 20, 2020 11:34 AM 374 views

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને હેલ્થડ્રીંકના 1344 પેકેટ અર્પણ કરાયા

નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા સતત કાર્યરત કોરોના વોરિયર્સ પોલીસકર્મીઓ માટે કંપની દ્વારા નિર્મિત માઈલો હેલ્થડ્રીંકના 1344 પેકેટ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ અંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વ જ્યારે કોરોનાવાયરસની મહામારીમાં સપડાયું છે ત્યારે પોલીસકર્મીઓ પોતાના સ્વાસ્થ્યને, પોતાના જીવને જોખમમાં મૂકીને સતત કાર્યરત છે. 
નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા આ પોલીસકર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમના માટે જે  હેલ્થડ્રીંક પેકેટ અર્પણ કરાયા છે તે માટે નેસ્લે કંપનીના પ્રશંસનીય પગલાં બદલ તેમને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 
આ તકે ડીવાયએસપી એ.પી.જાડેજાએ નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીસકર્મીઓ પ્રત્યેના સંવેદનશીલ અભિગમને જોઈને આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application