સ્વામીનારાયણ ગુકુળ દ્વારા બીએસસી સાયન્સમાં પ્રથમ સત્રમાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

  • May 19, 2020 11:16 AM 427 views

 

કોરોનાની વૈશ્ર્વિક મહામારી સામે આજે દુનયિાના લોકો પરેશન છે, લોકો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતમાં પણ લોકોને રોજગાર ધંધા બંધ હોય, હજુ ક્યારે આવક શ થશે એ નક્કી નથી, ત્યારે ઘણા બધા વાલીઓ, વિદ્યાર્થીઓને મુંઝવણ થતી હશે કે આપણે કઇ રીતે આગળ અભ્યાસ કરીશું, ફી કઇ રીતે ભરીશું જેવા વિવિધ પ્રશ્ર્ને ઉદ્દભવતા હશે, આપણે જાણીએ છે કે આપણા દેશનું ભવિષ્ય આપણા વિદ્યાર્થીઓ, યુવાનો છે. સમગ્ર ભારતમાં અત્યારે મહામારીનો સામનો કરી રહ્યો છે. આવા સમયે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ આગળ સતત શ રહે તેવું પ્રમુખ પરમ પૂજ્ય કોઠારી સ્વામી, ગોવિંદસ્વામીનું માનવું છે.

 


પ્રમુખ પરમ પૂજ્ય કોઠારી સ્વામી, ગોવિંદ પ્રસાદદાસજી (દ્વારકાવાળા) ના આશીવર્દિથી અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી વર્ષ 2020-21 ના પ્રથમ સત્રમાં સ્વામીનારાયણ સમાજ ટ્રસ્ટ સંચાલિત સ્વામીનારાયણ ગુકુળ સાયન્સ કોલેજ, નાઘેડી, જામનગરમાં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રથમ છ માસની ફી માફ કરવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મેરીટ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. તેવું સંસ્થાના ટ્રસ્ટી પિયુષભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. 93778 11111, 97234 48686 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application