જુગારના બે દરોડામાં પાંચ મહિલા સહિત 13 ઝડપાયા

  • June 28, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના દૂધસાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસે મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર થોરળા પોલીસે દરોડો પાડી અહીંથી જુગાર રમતા બે મહિલા સહિત સાત શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા અને મોબાઈલ સહિત 35,580 નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રણુજા મંદિર પાસે કોઠારીયા રોડ શ્યામ પાર્કમાં મકાનમાં જુગાર રમી રહેલા ત્રણ મહિલા સહિત છ શખસોને ઝડપી લીધા હતા.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.જી.રાઠોડની રાહબરીમાં પી.એસ.આઇ.એમ.એસ મહેશ્વરી તથા તેમની ટીમમાં એએસઆઇ રાજેશભાઈ મેર, દેવશીભાઈ ખાંભલા, મહિલા કોન્સ્ટેબલ કિરણબેન સહિતનાઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન દૂધસાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નંબર સાત કવાર્ટર નંબર 1088 માં રહેતા નૂર અહેમદ હમીમભાઇ સુભાણીયા (ઉ.વ 34) ના ક્વાર્ટર માં દરોડો પાડી અહીં જુગાર રમતા બે મહિલા સહિત સાતને ઝડપી લીધા હતા.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં નૂર અહેમદ ઉપરાંત ઓસમાણ ઉમરભાઈ નોડે, (ઉ.વ 34), તીર્થ રામરાજ કશ્યપ(ઉ.વ 30), સંતોષકુમાર રામકૃષ્ણ (ઉ.વ 25), રાજેશ શિવરાજકુમાર કુસવા (ઉ.વ 32), જીન્નતબેન નૂરઅહેમદ સુભાણીયા(ઉ.વ 36) અને રજિયાબેન ઉમરભાઈ નોડે (ઉ.વ 32) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 12,580 અને બે મોબાઈલ ફોન સહિત 35,580 ના મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારના અન્ય દરોડામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે શ્યામ પાર્ક 1 માં રહેતા મિતેશ મનોજભાઈ લાખાણી(ઉ.વ 25) ના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા મિતેશ ઉપરાંત ભરત આલાભાઇ શિયાળ (ઉ.વ 36), રાજેશ મહેન્દ્રભાઈ મકવાણા(ઉ.વ 40), પ્રવિણા મનોજભાઈ લાખાણી (ઉ.વ 25) રંજનબેન સુરેશભાઈ વસોયા (ઉ.વ 40) અને ભાવનાબેન મનીષભાઈ માત્રાવડીયા (ઉ.વ 53) ને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂપિયા 19,300 કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application