જામનગર પંથકમાં 13 જુગારિયા આબાદ ઝડપાયા

  • June 19, 2021 11:27 AM 

ધરારનગર, ભારતવાસ, રકા ગામ અને શંકરટેકરીમાં દરોડા: રોકડ અને સાહિત્ય કબજે લેવાયું

જામનગરના ધરારનગરમાં તીનપત્તીનો જુગાર રમતાં પાંચ પત્તાપ્રેમી, સુભાષ બ્રીજ પાસે ત્રણ જુગારિયાઓ અને લાલપુરના રકા ગામમાં ચાર જુગારિયાઓની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે શંકરટેકરીમાં એક વર્લીબાજ પોલીસની ઝપટમાં આવી ગયો હતો.

જામનગરના ધરારનગર-2, હુસેની ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ધરારનગર સાત નાલા પાસે રહેતાં કીરિટસિંહ ભીખુભા રાઠોડ, જાવિદ હારુન શેખ, જાવિદ ઉર્ફે આરિફ દાઉદ ઘોઘા, ઈરફાન દાઉન જુણેજા, મહાદેવનગરના સુનિલ કરશન ભાટિયાને દરોડા દરમિયાન રુા.11300 અને ગંજીપત્તા સાથે પકડી લીધાં હતાં.

અન્ય દરોડામાં જામનગરના સુભાષ બ્રીજ પાસે આવેલા ભારતવાસ, શેરી નં.5માં જાહેરમાં તીનપતીની મોજ માણી રહેલાં ભારતવાસના વીરજી દેવા ઝાખર, રુસ્તમમીંયા કાદરમીંયા બારુની અને નરેશ જગદીશ ધૈયડાને રોકડ રુપિયા 360 સાથે સિટી ‘એ’ પોલીસે પકડી લીધાં હતાં.

આ ઉપરાંત લાલપુરના રકા ગામના પાદરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં જામનગરના કીર્તિ પાન પાછળ રહેતાં જયેન્દ્રગીરી મનસુખગીરી ગોસાઈ, રકા ગામના નરશી ઉર્ફે હકો ખીમા વિરમગામા, કરશન જીવરાજ વિરમગામા અને બાધલા ગામના મેઘા ગોવિંદ સોરઠિયાને રોકડ રુ.1410 સાથે અટકાયત કરી હતી.

જ્યારે જામનગરના શંકરટેકરીમાં રહેતાં હુસેન ઉર્ફે રફીક કાસમ શેખ (ઉ.વ.30) નામના ઈસમને શંકરટેકરી, નવી નિશાળ પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડાના જુગાર રમતાં પોલીસે પકડી પાડી 4500ની રોકડ અને એક ડાયરી કબજે કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)