સિરામિક, એન્જિનિયરિંગ, મશીન ટુલ્સ આધારીત રાજ્યની પ્રથમ વાયબ્રન્ટ સમિટમાં 1280 કરોડના એમઓયુ

  • October 19, 2023 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ પ્રી સમિટ  રાજકોટ ખાતે યોજાઇ હતી, જેમાં આશરે રૂ.1280 કરોડથી વધુ રકમના રોકાણોના સાત કરાર - એમ.ઓ.યુ. સાઈન થયા હતા.ગુજરાત સરકારના કૃષિ, શુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને સામાજિક ન્યાય અધિકારિતા અને મહિલા બાળ કલ્યાણ અધિકારી વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ આઇકોનિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રિ-સમિટ યોજાઇ હતી. જેનું આયોજન ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરાયું હતું.


આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે  અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા કહ્યું હતું કે, રાજકોટ ખાતે યોજાયેલી સિરામિક અંગેની પ્રિ-સમિટના આયોજનનો  ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ હિતધારકોને એક મંચ પર એકત્રિત કરવાનો, રોકાણો આકર્ષિત કરવાનો અને ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને ઉજાગર કરવાનો છે. જી.આઈ.ડી.સી. જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ધ્વની દલાલે કર્યું હતું.


આ સમિટમાં એમ.ઓ.યુ કરનારમાં મોરબી સિરામિક એસો , રાજકોટ એન્જિ.એસો.,  સન સાઈનવ વિટરિફાઇડ ટાઇલ્સ ગ્રુપ, ઓરબીટ બેરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સતાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, મિલેનિયન પ્રા. લિમિ., જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડનો સમાવેશ થાય છે.આ સમિટમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વ ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા,  અગ્રણી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, એમ.એસ.એમ.ઇ. કમિટી ચેરમેન પાર્થભાઈ ગણાત્રા, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના નરેન્દ્રભાઈ પાંચાણી, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા સહિતના અગ્રણીઓ ઉપરાંત, ઇન્ડિયન સિરામિક સોસાયટીના પ્રેસિડેન્ટ અને પ્રિઝમ જ્હોનસન લિ.ના ઓપરેશન્સ અને બિઝનેસ હેડના પ્રેસિડેન્ટ સુદીપ્ત સાહા,  વર્લ્ડ એકેડેમી ઓફ સિરામિક્સના શિક્ષણવિદ ડો. લલિત મોહન મનોકા, ઇન્ડિયાના ટેક્નિકલ સિરામિક્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સ્થાપક સંજય સરાવગી, ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ગ્રુપ ડાયરેક્ટર નીતિન ઠાકર તેમજ મધરસન ગ્રુપ્ના દેબજ્યોતિ ભટ્ટાચારજી, કલેક્ટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, એડી.પોલિસ કમિશ્નર વિધિ ચૌધરી, રાજકોટ જી.આઇ.ડી.સી.ના ડી.એમ. આશિષ મારુ, જિલ્લ ા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોરભાઈ મોરી, જી.આઇ.ડી.સી.ના પ્રાદેશિક મેનેજર તપ્ન પાઠક, રોનક મન્સૂરી, અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application