લોધિકાના ખિરસરા પાસેથી ૧૨૬ બોટલ દારૂ ભરેલી કાર પકડાઈ: બુટલેગર ફરાર

  • February 21, 2021 04:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકાના ખિરસરા પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ૬૩ હજારની કિંમતની ૧.૨૬ બોટલ દારૂ ભરેલી કાર પકડી પાડી હતી બુટલેગર કારેલી મૂકીને ફરાર થઇ ગયો હતો કાર નંબરના આધારે પોલીસે બુટલેગર સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. લોધીકા ના પીએસઆઈ એચ.એમ.ધાંધલ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ખીરસરા ની વાડી નજીક પ્રકૃતિ વન પાસે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન જીજે૦૧એચ.જી ૨૧૩૯નંબરની એસેન્ટ કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા જેને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે પોલીસને જોઈને કાર ભગાવી હતી. લોધીકા પોલીસે કારનો પીછો કર્યો હતો તે દરમિયાન થોડે દૂર કાર રેડી મળી આવી હતી જેની તલાસી લેતાં તેમાંથી રે સજન હજારની કિંમતની ૧.૨૬ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક લાખની કાર અને ૬૩ હજારના દારૂ સહિત ૧.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર નંબરના આધારે દારૂ મંગાવનાર અને સપ્લાયર સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS