મોરબી–જેતપર અને મોરબી–હળવદ ફોરલેન કામગીરીમાં ૧૨૦૦ વીજ થાંભલા નડતરરૂપ

  • October 23, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લ ામાં આવેલ મોરબી–જેતપર અને મોરબી–હળવદ હાઈવે ફોરલેન માટે મંજુરી મળી ગઈ છે જોકે હાઈવે બનાવવાની કામગીરીમાં વીજ થાંભલા નડતરપ સાબિત થઇ રહ્યા છે બંને પ્રોજેકટ કમ્પ્લીટ કરવા માટે અંદાજે ૧૨૦૦ જેટલા વીજ થાંભલા નડતરપ હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્રારા વીજ તંત્રને થાંભલા ખસેડી લેવા જણાવ્યું હતું જોકે વીજતંત્રએ કોઈ કાર્યવાહી કરી ના હોય જેથી પ્રોજેકટમાં વિલબં સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
મોરબીના સિરામિક ઝોન સમાન મોરબી–જેતપર રોડ અને મોરબીથી હળવદને જોડતો હાઈવે ફોરલેન માટે મંજુરી મળી ગઈ છે અને માર્ગ મકાન વિભાગે કામગીરી શ કરી દીધી છે પરંતુ આ બંને પ્રોજેકટને વીજતંત્રનું ગ્રહણ લાગી રહ્યું છે કારણકે બંને પ્રોજેકટ બનાવવાના માર્ગમાં ૧૨૦૦ જેટલા વીજ થાંભલા નડતરપ બની રહ્યા છે જેથી માર્ગ અને મકાન વિભાગે વીજ થાંભલા હટાવવા લેખિત રજૂઆત કરવા છતાં અનેક મહિનાઓ બાદ હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અધિકારી સુત્રો પાસેથી પ્રા વિગતો મુજબ મોરબી–જેતપર હાઈવે કામગીરીમાં ૫૦૦ વીજપોલ અને મોરબી–હળવદ હાઈવે કામગીરીમાં ૭૦૦ વીજપોલ નડતરપ છે જે વીજ તત્રં રજૂઆત બાદ પણ હટાવી રહ્યું નથી જે મામલે પ્રોજેકટની સમીક્ષા બેઠકમાં ઉઠતા રાયના મુખ્ય સચિવે તાકીદનું તેડું મોકલી બેઠક યોજી તાત્કાલિક નડતરપ વીજ થાંભલા હટાવવા માટેના આદેશ આપ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application