તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો ત્યારે વડોદરા જેવા મેગાસિટી માટે બસો કરોડ પિયા રાજ્ય સરકારે એકી ઝાટકે મંજુર કર્યા છે ત્યારે પોરબંદર માટે પણ અલગ પેકેજ ફાળવવા માંગ કરી છે કારણ કે પોરબંદર શહેરી વિસ્તાર અને દરિયાઈ પટ્ટી પરના ઘેડ પંથકમાં કરોડો નહી અબજો પિયાનું નુકસાન થયું છે,તેથી સરકાર મદદપ બને તેવી માંગણી સાથે કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર કોંગ્રેસના આગેવાન ભાર્ગવ જોશીએ જણાવ્યું હતું કે,તાજેતરમાં જ હવાઈ નિરીક્ષણથી ગુજરાતના અતિવૃષ્ટિ વિસ્તારોનું જાત નિરીક્ષણ કર્યું હોવાથી આપ વાકેફ જ છો, કે ક્યાં કેટલું નુકશાન થયું છે, ગુજરાત રાજય બન્યું ત્યારથી લઈને, અત્યાર સુધી અનેક સંઘર્ષ વેઠતાં પોરબંદર જિલ્લાને ત્રણેય સેનાના તાલીમ સેન્ટર આપીને શહેરમાં વસ્તીની ગીચતા વધે એ આયોજન સરકારે કર્યું કહી શકાય પરંતુ અમારા જીલ્લામાં ૨૨ વર્ષથી ઉદ્યોગોની હાલત કફોડી છે, જીલ્લામાં આઠ વર્ષથી ખેત ઉદ્યોગની હાલત કથળતી જાય છે, જીલ્લાના અતિ મહત્વના ઘેડ પંથકમાં ૪૦ વર્ષથી પ્રતિવર્ષ નિરંતર વરસાદી પાણી ભરાય છે, ભાદર અને ઓઝત નદીના ઉપરવાસના પાણીના ભરાવાનો ભોગ બનતા ઘેડ પંથકને ૪૦ વર્ષમાં ખેતી તેમજ અન્ય ઉદ્યોગની બેવડી નુકશાની વેઠવી પડી રહી છે.
ઘેડ પંથકના ખેડુતો ઉનાળુ પાક લઇ શકે તે માટે પાછલા ૧૨ વર્ષથી કુતિયાણા અને રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ખેડુતો વતી સિંચાઈના પાણીના પૈસા ભરીને ખેડુતોને ટકવા માટે મદદ પુરી પાડી રહ્યા છે, પરીણામે ઘેડનો ખેડું સંઘર્ષ કરી રહ્યો છે અને સરકાર તરફ મીટ માંડીને બેઠો છે, બીજી બાજુ નર્મદાના નીરથી તરબતોળ ગુજરાતના કોઈપણ શહેરને જરા અમથી તકલીફ પડે તો લાખો પિયાની સહાય આપતી રાજય સરકાર સૌરાષ્ટ્રના શહેરો માટે ભેદભાવ ભર્યું વલણ કેમ રાખી શકે એ સમજાતું નથી.
તાજેતરમાં અતિવૃષ્ટિમાં પોરબંદર શહેર અને જીલ્લામાં ૧૯૮૩/૮૪ માં થયેલી એવી પુરની સ્થિતિ થવા પામી હતી, જેના કારણમાં પોરબંદર પાલિકા શાસકોની અણઘડ નીતિ અને વહીવટી અણઆવડતના ભાગપ રાજાશાહીના વખતની સાંઢયા ગટર બુરી નાખવાને કારણે ઉદ્ભવી હતી,જેને મુખ્યમંત્રીના આદેશાનુસાર તત્કાલીન કલેકટરે તાત્કાલિક ખોદાવતા અને પાણી નિકાલની આ જુની ગટરને ફરીથી સક્રિય કરતા પોરબંદરમાં ત્રણ દિવસથી ભરાયેલા પાણી ઓસર્યા હતા.
મુખ્યમંત્રીને આદર સાથે રજુઆત કરતાં કોંગ્રેસ પ્રવક્તા ભાર્ગવ જોશી વધુમાં જણાવે છે કે,આ ત્રણ દિવસોમાં નાના ધંધાર્થીઓને તેમજ ધરમપુર અને વનાણા જી.આઇ.ડી.સી. માં ધંધામાં મંદી, ઉપરથી પાણી ભરાવાના કારણે થયેલ નુકશાનીના સર્વે થયા હોવા છતાં ધંધાર્થીઓને માત્ર પાંચ-છ હજારની મામુલી સહાય આપવાની જાહેરાત સરકારે કરી એ ખુબ જ ઓછી અને મજાક સમાન છે, ત્યારે બીજી બાજુ વડોદરાને ૧૨૦૦ કરોડની સહાય આપી એને સરકારની સંવેદના ગણીએ તો પણ સૌરાષ્ટ્રના પોરબંદરને સરકાર ક્યાં સુધી અન્યાય કરવા માંગતી હશે ? એ સવાલ પોરબંદરના લોકમુખે હવે ચડી રહ્યો છે, ત્યારે મહાત્મા ગાંધીજીની જન્મભુમિ એવા પોરબંદરના ખેડુતોને પાક વળતર માટે પણ હેક્ટર દીઠ પહેલા સાડા આઠ હજાર અને બાદમાં અગિયાર હજારની જાહેરાત કરવામાં આવી એ પોરબંદર સાથે રીતસરનો અન્યાય છે.
પોરબંદરના માછીમારો સાથે લગાતાર "વીસ વર્ષથી બોટો ઝડપાઈ જવી, બોટો ડુબી જવી, ડીઝલ સબસીડી સમયસર ન મળવી, નાના પીલાણા ધારકોને બેન્કલોન કે મુદ્રાલોન ન મળવી "જેવી સમસ્યાઓથી માછીમારી વ્યવસાયની કમર પણ ધીમે ધીમે તુટી રહી છે, અધુરામાં પુરુ જેતપુરના સાડી કારખાનાઓના ગંદા પાણીના નિકાલની ડીપ-સી યોજનાના સાકારની ચર્ચા સામે આવવાથી પ્રત્યેક માછીમાર પરીવાર મનથી ભાંગી રહ્યો છે, અગાઉ ગુજરાતના સાગર ખેડુઓ માટે અત્યંત લાગણી ધરાવતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૪૦,૦૦૦ કરોડ પિયાની સાગરખેડુ સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરી હતી, એ યોજનાની જાહેરાત બાદ પણ એક પણ પૈસો પોરબંદરના સાગરના ખેડુઓને નથી મળવા પામ્યો.
ત્યારે પોરબંદર જીલ્લાના બરડા અને ઘેડ પંથકના ખેડુઓ હાલ ખુબ જ મુશ્કેલીમાં છે, પોરબંદરના ઉદ્યોગો મુર્છિત હાલતમાં છે, પોરબંદરનો માછીમાર વ્યવસાય લગભગ ભાંગી પડવાના આરે છે, તેવી સ્થિતિમાં રાજય સરકાર કે કેન્દ્ર સરકાર જો કોઈ મોટા સ્પેશીયલ પેકેજને જાહેર ન કરે તો સમુદ્ર કિનારે વસેલા પોરબંદરવાસીઓના સપનાઓ ઉપર પાણી ફરી વળે તેવી સ્થિતિ ઉભી થઇ છે. આથી પોરબંદરના ખેડુતોને પાક વળતર અને જમીન ધોવાણ વળતર, પોરબંદરના સ્મોલ અને મીડીયમ ઉદ્યોગોને આર્થિક મદદ, માછીમારોને ઉભા થવા માટે સ્પેશીયલ વળતર અને ઘેડ પંથકમાં ભરાતા પાણીના નિકાલ માટે સંપુર્ણ સમવેશી યોજના મળીને પોરબંદર જિલ્લાને બે હજારથી પચીસો કરોડનું પેકેજ આપવામાં આવે તો જ પાછલા ત્રીસ વર્ષથી પોરબંદરવાસીઓના સપનાઓ સાકાર ન થવાના કારણે કેટલાંક નાના વહેપારીઓ, જમીનો ધોવાણ થવાથી નાના ખેડુતો અને ઉદ્યોગો ન ચાલવાથી બેંક કર્જમાં ડુબી ગયેલા નાના ઉદ્યોગકારો પોરબંદરને કાયમી અલવિદા કહીને અન્ય શહેરોમાં ચાલ્યા ગયા છે, અને હજુ પણ જો સ્પેશીયલ પેકેજ આપવામાં ન આવે તો પોરબંદરની આત્મા એવા માછીમાર ભાઈઓને પણ સ્વ નિભાવ માટે પોરબંદર છોડીને જવાની નોબત ઉભી થાય એમ છે.
ફરીથી વિનંતી કરતાં કોંગ્રેસના સીનીયર આગેવાન અને પ્રવક્તા ભાર્ગવ જોશીએ આથી તાત્કાલિક અસરથી અને સરકાર સંવેદનશીલ છે, એ યથાર્થ કરવા તેમજ પોરબંદર જિલ્લાને ચૌ-તરફી જે માર પડી રહ્યો છે, એને ધ્યાને રાખીને ૨૦૦૦ કરોડથી વધુની આર્થિક સહાય પ્રત્યેક શહેરવાસી ઓને મદદરૂપ પુરવાર થાય તેવા હેતુથી પોરબંદરને સ્પેશીયલ આર્થિક પેકેજ આપવામાં આવે એવી લાગણી અને માંગણી આ સાથે પાઠવું છું અને આશા રાખું છું કે પોરબંદર સાથે અત્યાર સુધી ઓરમાયું વર્તન થયું હોવાનું જાણીને આપના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકાર પોરબંદર માટે અંગત રસ લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech