દેશમાં કોરોનાના ૧૨૦ સ્વરૂપ મળ્યા, ૮ સૌથી ખતરનાક

  • June 19, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીનોમ સિકવેનસી દ્રારા વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં બહાર આવી ચોંકાવનારી હકીકત



દેશભરમાં અત્યાર સુધીમાં ૩૮ કરોડથી પણ વધુ કોરોનાવાયરસ અંગેના સેમ્પલ ના ટેસ્ટ થઈ ચૂકયા છે અને તેમાંથી કેવળ ૨૮૦૦૦ ની જીનોમ સિકવેનસી દ્રારા તપાસ કરવામાં આવી છે અને ચકાસણીમાં એવી ચોંકાવનારી હકીકત ખુલી છે કે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસ ના ૧૨૦ સ્વપ મળી આવ્યા છે.

 


દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોએ કરેલા આ અભ્યાસથી દેશમાં ચિંતા બમણી થઈ ગઈ છે કારણકે ૧૨૦ સ્વપ મળ્યા છે તેમાંથી આઠ સ્વપ સૌથી વધુ ખતરનાક જણાવવામાં આવ્યા છે અને તે વીજળી ઝડપથી સંક્રમણ વધારે છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે ખતરનાક વેરિએન્ટ ના નામ બતાવ્યા છે તેમાં આલ્ફા બીટા, ગામા ,ડેલ્ટા પ્લસ તેમજ ઈટા અને લોટા વગેરેનો સમાવેશ થાય છે અને ચિંતાજનક હકીકત એ છે કે આ બધા જ ખતરનાક વેરિયન્ટ દેશમાં મળી ચૂકયા છે.

 


વૈજ્ઞાનિકો દ્રારા એવી માહિતી આપવામાં આવી છે કે દેશમાં ૨૮ જેટલી લેબોરેટરીમાં તેની ચકાસણી ચાલી રહી છે અને વેરિયન્ટ ના પ્રારંભિક રિપોર્ટ ના પરિણામ ખૂબ જ ચોંકાવનારા રહ્યા છે. વૈજ્ઞાનિકોએ શોધેલી આ હકીકત દેશ માટે અને તબીબી અલમ માટે પણ ચિંતાજનક છે તેમ માનવામાં આવે છે.

 


વૈજ્ઞાનિકોએ એવી માહિતી પણ આપી છે કે ભારતમાં ડેલ્ટા વેરિએન્ટની સાથોસાથ કાપા વેરિયન્ટ પણ દેખાયો છે અને પાછલા ૬૦ દિવસમાં ૭૬ ટકા સેમ્પલો માં તેની પુષ્ટ્રી થઇ ગઇ છે માટે ભારત માટે ચિંતાનું કારણ બનેલા છે કારણકે આઠ જેટલા વેરિયન્ટ સૌથી વધુ ખતરનાક દેખાયા છે.

 


જીનોમ સિકવેનસી દ્રારા જ વૈજ્ઞાનિકો કોરોનાવાયરસ ના બદલાતા સ્વપને પકડી શકે છે અને દરેક રાયમાં પાંચ ટકા જેટલા સેમ્પલ ઓની આ રીતે ચકાસણી કરવી જરી છે પરંતુ અત્યારે ત્રણ ટકા જેટલા સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેની ઝડપને ગતિશીલ બનાવવાની જર છે.

 


બદલાયેલા સ્વરૂપો એન્ટીબોડી પર હુમલો કરે છે અને કોરોનાવાયરસ સામે લડવાની શકિત ને નાબુદ કરતા રહે છે માટે આઠ જેટલા વેરિએન્ટ દેશમાં જે મળ્યા છે તે ચિંતાનો વિષય છે અને હજુ પણ ૧૪ જેટલા વેરિએન્ટની તપાસ કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS