સુરતમાં એક માસૂમ બાળકીએ મોબાઈલના કારણે આપઘાત કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના ચોક બજારમાં 12 વર્ષની માસૂમ બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બાળકીના આપઘાતના સમાચાર સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. બાળકીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. આ સ્યુસાઈડ નોટ વાંચતા જ પરિવાર સહિત તમામ લોકોને વધુ આઘાત લાગ્યો હતો. કારણ કે બાળકીએ સાવ મામૂલી બાબતમાં પોતાનો અમૂલ્ય જીવ આપી દીધો હતો. બાળકીએ આપઘાત કરતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
મોબાઈલ પડ્યો અને બાળકીએ જીવ આપ્યો
શહેરના ચોક બજારમાં વેડ રોડ પર રહેતા એક પરિવારની માસૂમ બાળકીએ આપઘાત કરવાની ઘટના સામે આવી છે. 12 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બાળકીના આપઘાતને લઈને પરિવારને કંઈક અઘટિત થયાની શંકા ગઈ હતી. પોલીસને બાળકીના આપઘાતની ઘટનાની જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાની તપાસ કરતાં તેમના હાથમાં બાળકીએ લખેલ સ્યુસાઈડ નોટ આવી ગઈ. આ સ્યુસાઈડ નોટ વાંચતા પોલીસને પણ આંચકો લાગ્યો તો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાળકીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે '' મમ્મી મને માફ કરી દેજે, મારાથી ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું ''. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો
મોબાઈલ પાણીમાં પડી જવા જેવી સાવ સામાન્ય બાબતમાં બાળકીએ એટલી બધી ગભરાઈ કે જીવન સમાપ્ત કરવાનું પગલું લઈ બેઠી. પાણીમાં પડી ગયેલ મોબાઈલના કારણે પરિવારના સવાલોના જવાબ આપવા પડશે. અને આ સવાલોના ડરથી 12 વર્ષની બાળકીએ અંતિમ પગલું લીધું અને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. આ ઘટના માતા-પિતા માટે ચેતવણીરૂપ છે. કારણ કે આજે મોબાઈલ તમામ લોકો માટે અગત્યના દસ્તાવેજની જેમ સાધન બન્યો છે. કહી શકાય કે બાળકોથી લઈને વયસ્કોમાં પણ આજે મોબાઈલની લત જોવા મળે છે. જ્યારે તેમની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે ત્યારે તેઓ વધુ આક્રોશિત થઈ જાય છે. આ કિસ્સામાં પણ બાળકી ગભરાઈ ગઈ કે મોબાઈલ પાણીમાં પડી ગયો છે તો હવે માતા-પિતા તેને ઠપકો આપશે. આજે બાળકો વધુને વધુ સંવેદનશી બનવા લાગ્યા છે. 12 વર્ષની બાળકીએ આપઘાત કેવી રીતે કરાય તેવું કયારે જોયું હશે જેવા વગેરે સવાલો માતા-પિતાને પણ થતા હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech