લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઇ યુ.આર.ડામોરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે પાળ ગામે નવા બનતા પુલ પાસે ઝુપડાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં ગીરીશ વાલજીભાઇ તંતી(સોજીત્રાનગર રૈયા રોડ રાજકોટ), પ્રકાશ મનસુખભાઇ ગૌતમી(રહે. મવડી,રાજકોટ), મનીષ નટુભાઇ નીમાવત(રહે. રાજ રેસીડેન્સી, મવડી,રાજકોટ) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૦,૫૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે લોધિકા પોલીસે અન્ય દરોડામાં અહીંના મખાવડ ગામે આંબેડકરનગરમાં ગણેશ પાનની દુકાનવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં નાનજી ભલાભાઇ સોમૈયા, જયેશ હીરાભાઇ ચાંડપા અને સુરેશ જીવાભાઇ લુણસીયા(રહે. બધા મખાવડ) નો સમાવેશ થયા છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.૧૫,૫૦૦ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
જયારે ભાયાવદર પોલીસ મથકના સ્ટાફે પડવલા ગામે ચકીવાળા ચોકમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં પુંજા ઉર્ફે ભોપો દુદાભાઇ કારોતરા, મોહસીન કમલભાઇ હાલાણી અને હાબીદ કાળુભાઇ ખેરાણીનો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રૂ.૧૪૨૬૦ ની રોકડ કબજે કરી હતી.આ સિવાય ઉપલેટા પોલીસ મથકના સ્ટાફે અહીંના ભગવતી પાર્કમાં ગાધાના પારા પાસે રહેતા મિરાબેન મનોજભાઇ સિહારના મકાનમાં જુગાર રમતા મીરાબેન ઉપરાંત સોનલબેન ધનજીભાઇ ધેડીયાઅને આચલાબેન રમેશભાઇ ડઢાણીયાને ઝડપી લઇ તેની પાસેથી રૂ. ૩૮ હજાર રોડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech