છત્તીસગઢના બીજાપુરમાં ગઈકાલે રાત્રે નક્સલવાદીઓએ તારેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડીમકર્નિા જંગલોમાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. તેની અસરને કારણે 2 જવાન શહીદ થયા છે, આ સાથે 4 જવાનો પણ ઘાયલ થયા છે. ગઈકાલે મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં પણ પોલીસ સાથેની 6 કલાક સુધી ચાલેલી અથડામણમાં 12 નક્સલવાદીઓ માયર્િ ગયા હતા. માયર્િ ગયેલા માઓવાદી નક્સલવાદીઓ પાસેથી ઘણા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે.
બીજાપુરમાં બ્લાસ્ટ દરમિયાન ઘાયલ જવાનોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારી સારવાર માટે હેલિકોપ્ટર મારફતે રાયપુર રીફર કરવાની તૈયારી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ઓપરેશનમાંથી પરત ફરતી વખતે પાઇપ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં એસટીએફના હેડ કોન્સ્ટેબલ ભરત લાલ સાહુ અને કોન્સ્ટેબલ સતેર સિંહ શહીદ થયા હતા.
ઘાયલ જવાનોમાં પુરષોત્તમ નાગ, કોમલ યાદવ, સિયારામ સોરી અને સંજય કુમાર છે. સીઆરપીએફ, કોબ્રા, સીએએફ, ડીઆરજી અને એસટીએફના જવાનો નક્સલ વિરોધી ઓપરેશનમાં હતા, તે દરમિયાન વિસ્ફોટ થયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઢચિરોલીમાં છત્તીસગઢ બોર્ડર નજીક એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ સાત સી-60 ટીમોને છત્તીસગઢ સરહદ નજીકના વંડોલી ગામમાં મોકલવામાં આવી હતી, કારણ કે ગામ નજીકમાં 12-15 નક્સલવાદીઓ કેમ્પ કરી રહ્યાં હોવાની વિશ્વસનીય બાતમી મળી હતી.
ગઈકાલે બપોરે ભારે ગોળીબાર શરૂ થયો હતો અને મોડી સાંજ સુધી 6 કલાકથી વધુ સમય સુધી સતત ચાલુ રહ્યો હતો. વિસ્તારમાં સર્ચ દરમિયાન અત્યાર સુધીમાં 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ એકે 47, બે ઇન્સાસ, એક કાબર્ઇિન, એક એસએલઆર સહિત સાત ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech