બ્રાઝીલમાં નાનું વિમાન ટેક–ઓફ પછી તરત તૂટી પડતા ૧૨નાં મોત

  • October 30, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બ્રાઝિલના પશ્ચિમી રાય એકરની રાજધાનીમાં રિયો બ્રાન્કો એરપોર્ટ નજીક એક નાનું પ્લેન ક્રેશ થતાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત થયાં હતાં, રોઇટર્સે રવિવારે અહેવાલ આપ્યો હતો.એકર રાય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્લેન ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું, જેમાં એક બાળક સહિત તમામ લોકોના મોત થયા હતા.
એએફપીએ સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, પે અને બોલિવિયા સાથેની બ્રાઝિલની સરહદ નજીકના એક દૂરસ્થ વિસ્તારમાંપ્લેન તૂટી પાડીને સળગી ગયું હતું અને એનાથી જંગલમાં આગ ફાટી નીકળી હતી. ઘણા મુસાફરો તબીબી સારવાર મેળવ્યા પછી પડોશી એમેઝોનાસ રાયમાં પાછા ફરી રહ્યા હતા તેમ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. અહેવાલો અનુસાર, મુસાફરોની યાદીમાં છ પુષો, ત્રણ મહિલાઓ અને એક બાળક ઉપરાંત બે પાઈલટનો સમાવેશ થાય છે.
વિમાન એમેઝોનાસ રાયના નાના શહેર એન્વિરા તરફ જતું હતું. તે સ્થાનિક પેઢી એઆરટી ટેકસી એરિયો દ્રારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ક્રેશના કારણો હજુ અજ્ઞાત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application