જામનગરમાં કિરીટ જોશીની હત્યામાં આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર

  • March 20, 2021 10:47 AM 

આરોપીઓના વકીલ તરીકે રહેવા માટે કોઇ એડવોકેટ તૈયાર ન થતાં કોર્ટે લીગલ સેલમાંથી વકીલ આપ્યા: પોલીસ દ્વારા 15 મુદાઓ કોર્ટ સમક્ષ મુકાયા: ભૂ-માફીયાએ આરોપીઓને પિયા કોના મારફત મોકલ્યા અને રેકી કરનાર કોણ...?

જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યામાં પકડાયેલા ત્રણ આરોપીઓને બપોર બાદ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં 12 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્‌યા છે, પોલીસ દ્વારા 15 મુદાઓ ટાંકીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતાં, ઉલ્લેખનીય છે કે, જે તે વખતે વકીલ મંડળ દ્વારા આરોપીઓ તરફે કેસ નહીં લડવા ઠરાવ કરાયો હતો, દરમ્યાનમાં ગઇકાલે આરોપીઓના વકીલ તરીકે રહેવા માટે કોઇ એડવોકેટ તૈયાર ન થતાં કોર્ટે લીગલ સેલમાંથી મહીલા વકીલ આપ્યા હતાં.

જામનગરમાં આશરે 3 વર્ષ પૂર્વે એડવોકેટ કિરીટભાઇ જોશીની હત્યા નિપજાવવામાં આવી હતી, જેમાં પોલીસે ત્રણ આરોપીઓને કલકતાને પકડી પાડી ટ્રાન્ઝીટ રિમાન્ડ સાથે અહીં લાવીને કોવીડ રીપોર્ટ કરાવ્‌યો હતો, જે નેગેટીવ આવતાં ગઇકાલે બપોર બાદ આરોપીઓ હાર્દિક ઠકકર, દિલીપ ઠકકર અને જયંત ગઢવીને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કયર્િ હતાં, લાંબી દલીલો બાદ અદાલતે ત્રણેય આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કયર્િ છે, પોલીસ દ્વારા રિમાન્ડ માટે જુદા-જુદા 15 મુદા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં.

જેમાં બનાવમાં વપરાયેલી છરી કબ્જે કરવા, આરોપીઓેએ નાશી છુટવા માટે ઉપયોગ કરેલ બાઇક જપ્ત કરવા, ડેમોસ્ટ્રેશન કરાવવા, કોના મારફત પૈસા મોકલાતા હતાં? હાલ પૈસા કોની પાસે છે ? અલગ-અલગ જગ્યાએ થયેલી મીટીંગો, એડવોકેટની રેકી કરનાર સ્થાનિક વ્યકિત હોઇ શકે, આરોપીઓની સ્થાનિક સાંઠગાંઠની તપાસ, આરોપીઓ કયાં ગયા અને કોણે આશરો આપ્યો ? સીધી કે આડ કતરી રીતે કોની સંડોવણી છે ? આશ્રય સ્થાન અંગે હોટલોમાં કરવાની તપાસ, ખોટા પાસપોર્ટ બનાવવામાં કોણે મદદગારી કરી, સેનેગલમાં ખોટી કંપની ખોલી હતી તે બાબતની તપાસ, મોબાઇલ અને સીમકાર્ડ અંગેની તપાસ, પડદા પાછળની કોની-કોની ભુમીકા છે આરોપીઓ જુદા-જુદા રાજયોમાં અને દેશોમાં ઘુસ્યા હોય એ અંગેની તપાસ કરવાની છે, આ મુદાઓ ટાંકીને કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જે ઘ્યાને લઇને 12 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્‌યા છે.

જામનગરમાં એડવોકેટની હત્યા બાદ બ્રહ્મસમાજ અને વકીલ મંડળમાં ભારે રોષની લાગણી ભભુકી હતી, આરોપીઓને પકડી પાડવા રજૂઆતો થઇ હતી, દરમ્યાનમાં જામનગરના વકીલ મંડળ દ્વારા જે તે આરોપીઓ તરફે કોઇ વકીલે કેસ નહીં લડવા અંગે ઠરાવ કર્યો હતો, દરમ્યાનમાં ગઇકાલે હત્યાના ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતાં ત્યારે આરોપીઓના વકીલ તરીકે રહેવા માટે કોઇ એડવોકેટ તૈયાર ન થતાં કોર્ટે લીગલ સેલમાંથી વકીલ જાગૃતિબેન જોગડીયાને રોકવામાં આવ્‌યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં ખાસ વકીલ તરીકે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇની નિમણુંક સરકાર દ્વારા કરવામાં આવી છે, જામનગર પોલીસની પુછપરછમાં આરોપીઓ દ્વારા જુદા-જુદા સાત રાજયો અને ચાર દેશમાં નાશતા ફરતા હતાં તેમજ ભૂ-માફીયા જયેશ પટેલ દ્વારા દર મહીને લાખોની મદદ કરતો હતો, લોકડાઉન દરમ્યાન આરોપીઓ સેનેગલમાં રોકાયા હતાં વિગેરે જેવી કબુલાતો આપી હતી, આથી પોલીસ દ્વારા આ મુદાઓ ઘ્યાને લઇને જુદી-જુદી ટુકડીઓને તપાસમાં જોડી છે, જયેશ પટેલે હત્યારાઓને ટુકડે-ટુકડે પિયા કોના દ્વારા મોકલતો હતો અને અગાઉ પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ એડવોકેટ કિરીટ જોશીની આરોપીઓએ રેકી કરી હતી, આથી રેકી કરનાર સ્થાનિક વ્યકિત હોય શકે, એવી શકયતાના આધારે આ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.

આ પ્રકરણમાં હત્યામાં ઉપયોગ કરેલી છરી અને બાઇક કે જે મોટર સાયકલ નેપાળ બોર્ડરે રાખી દીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, આ ઉપરાંત આરોપીઓ પાસે હત્યાનું રિટ્રકશન કરાવવામાં આવશે, સીધી કે આડકતરી રીતે ખુલેલા નામ સિવાય અન્ય કોઇની સંડોવણી બાબતે પણ પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ ચકચારી પ્રકરણની તપાસ જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રન, એએસપી નીતશ પાંડયે, ડીવાયએસપી દેસાઇના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ચૌધરી, એસઓજી પીઆઇ નિનામા સહિતના સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS