કચ્છ દરિયાઈ માર્ગેથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાના આરોપીઓના 12 દિવસના રીમાન્ડ મંજુર

  • April 17, 2021 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનથી ગુજરાતના દરિયાઇ માર્ગે કરોડો રૂપીયાનો નશાનો સામાન હેરોઇન ધુસાડવાનુ કારસ્તાન કોસ્ટગાર્ડ અને ATS તથા દ્રારકા SOG એ સ્યુક્ત ઓપરેશનમાં નિષ્ફળ બનાવ્ય બાદ હવે વિવિધ એજન્સીઓ ડ્રગ્સકાંડના મુળીયા શોધવામાં વ્યસ્ત બની છે. જેમાં ગુજરાત ATS સહિત વિવિધ ગુપ્તચર એજન્સી અને પચ્છિમ કચ્છ પોલિસની સ્પેશીયલ બ્રાન્ચ પણ જોડાઇ છે.  ભારતીય જળસીમાંથી 1 બોટ તથા 30 કિ.લો હેરોઇનનો જથ્થો ઝડપ્યા બાદ તમામને કોસ્ટગાર્ડ જખૌ કચેરી ખાતે લવાયા બાદ તમામ 8 પાકિસ્તાની ધુસણખોર સામે ATS માં ગુન્હો નોંધાયો હતો. અને તમામને ભુજની સ્પેશીયલ કોર્ટમાં રજુ કરાયા હતા. તપાસ એજન્સી દ્રારા 14 દિવસના રીમાન્ડની માંગ કરી હતી જેમાં તપાસની ગંભીરતાને ધ્યાને લઇ કોર્ટે તમામ પાકિસ્તાની ધુસણખોરના 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ઇબ્રાહીમ હૈદરી બંદર નજીકના દરિયા કિનારેથી આ જથ્થો લઇ તેઓ નિકળ્યા હતા. અને ગુજરાતમાં આ જથ્થો ઉતારવાનો હોવાનુ પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. પરંતુ તેના કનેકશન કેટલા ઉંડા છે તેની પુછપરછ માટે રીમાન્ડ મેળવાયા હતા 

 

 

બોટમાંથી મુર્તજા યામીન સિંધી, યામીન ઉંમર સિંધી,મુસ્તફા યામીન સિંધી,નસઉલ્લાહ યામીન સિંધી,હુસેન ઇબ્રાહીમ સિંધી,સાલેમામ અબ્દુલા સિંધી, મહમંદ યાસીન મલ્લા, અને રફીક આમદ મલ્લા ઝડપાયા હતા જે તમામ કરાચીના રહેવાસી છે. ત્યારે કેરીયર થઇને આવેલા 8 શખ્સોના મુળ કેટલા ઉંડા છે. અને ભારતમાં આવેલા આ જથ્થો ક્યા ઉતારવાનો હતો અને કોની કોની મદદદથી તે તમામ તપાસ એજન્સીઓ રીમાન્ડ દરમ્યાન કરશે તો કચ્છમાં અવાર-નવાર ડ્રગ્સ ધુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે તેની પાછળ ક્યા મોટા ડ્રગ્સ માફીયાનો હાથ છે. તે પણ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરી છે 

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS