મોરબીની ૩૬૩ ગ્રામ પંચાયતમાં રૂ.૧૨.૬૪ કરોડ વેરા વસુલાત

  • April 04, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લ ાના ૫ તાલુકાની કુલ ૩૬૩ ગ્રામ પંચાયતનું કુલ માંગણું ૨૩.૫૭ કરોડ હતું જાન્યુઆરી ૨૦૨૪ ના એન્ડ સુધીમાં ૩૭ ટકા વસુલાત થઇ હતી જેથી ઓછી વસુલાતને પગલે ડીડીઓના માર્ગદર્શન હેઠળ ટીમની રચના કરવામાં આવી હતી અને માર્ચ ૨૦૨૪ પૂર્ણ થતા સુધીમાં કુલ ૧૨.૬૪ કરોડની એટલે કે ૫૩.૬૪ ટકા વેરા વસુલાત કરવામાં આવી છે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હળવદ તાલુકામાં ૧૦૦ ટકા વસુલાત વાળા ૧૩ ગામો, મોરબી તાલુકામાં ૦૮ ગામો, વાંકાનેર તાલુકાના ૦૪ ગામો, ટંકારા તાલુકાના ૦૪ ગામો અને માળિયા તાલુકામાં ૦૧ ગામ મળીને કુલ ૩૦ ગ્રામ પંચાયતોમાં ૧૦૦ ટકા વસુલાત કરવામાં આવી છે તેમજ ૮૦ ટકાથી વધુ વસુલાત વાળા ગામોમાં હળવદના ૩૭, મોરબીના ૨૨, માળિયાના ૦૫, ટંકારાના ૦૭ અને વાંકાનેરના ૧૮ ગામો મળીને કુલ ૮૯ ગામો તેમજ ૫૦ ટકાથી વધુ વસુલાત વાળા હળવદમાં ૨૭, માળિયામાં ૩૫, મોરબીમાં ૬૮, ટંકારામાં ૨૮ અને વાંકાનેરના ૫૨ મળીને કુલ ૨૧૦ ગામોનો સમાવેશ થાય છે જે વેરા વસુલાતને કારણે ૮૦ ટકાથી વધુ વસુલાતથી ગ્રામ પંચાયતોને કુલ ૧.૨૩ કરોડની ગ્રાન્ટ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News