કોરોનાનો કાળો કેર: 24 કલાક, 117 મોત

  • April 23, 2021 02:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રાજ પરિવાર સાથે નાતો ધરાવતા સંતોષકુમારીબા ઉદયભાણસિંહજી જાડેજાનો કોરોનાએ લીધો ભોગ: મૃતકોમાં જામનગર શહેરના સૌથી વધુ: દ્વારકા, લાલપુર, જામજોધપુર, ભાણવડ, ધ્રોલના મૃતકોનો સમાવેશ: કુલ મૃત્યુઆંક 2227 : કુલ પોઝીટીવ 16399 : ડીસ્ચાર્જ 261: 600થી વધુ દર્દી ગંભીર, 110થી વધુ દર્દી અતી ક્રિટીકલ

જામનગરની સરકારી કોવિડ હોસ્પીટલમાં ગઇકાલ બપોરથી આજ બપોર સુધી વધુ 117 દર્દીએ દમ તોડયા છે, યમરાજનું ખોફનાક તાંડવ ચાલુ છે, ટપોટપ મોત થઇ રહયા છે, સરેરાશ કલાકે પાંચ મોતનો સીલસીલો યથાવત છે, આજે નોંધાયેલા મૃત્યુમાં સૌથી વધુ જામનગર શહેરના છે, મોરબીના 11 તેમજ દ્વારકા, લાલપુર, ગીર સોમનાથ, કોડીનાર, જામજોધપુર, કાલાવડના મૃતકોનો સમાવેશ છે, બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ અત્યંત વેધક ગતીએ અને ધાયર્િ કરતા વધારે ઝડપથી આગળ વધી રહયું છે, છેલ્લા 24 કલાકમાં ગઇ સાંજે જીલ્લામાં પોઝીટીવ કેસનો આંક આખરે 500ને વટાવી ગયો છે અને સંક્રમણ કેટલી હદે બેકાબુ બન્યું છે તેનું બિહામણું ચિત્ર ઉપસ્યું છે. જામનગરના રાજ પરિવારના સંતોષકુમારીબાનો કોરોનાએ ભોગ લીધો છે.

જામનગર શહેર અને જીલ્લામાં કોરોનાના રાક્ષસે લોકોની જીંદગી હરામ કરી દીધી છે, ચારે બાજુ ભયનું વાતાવરણ જોવા મળ્યું છે, અનેક દર્દીઓ હોસ્પીટલમાં એડમીટ થવાની લાઇનમાં જ છે, અસંખ્ય લોકો કોરોનાના ખોફથી ડરી ગયા છે અને કવોરોન્ટાઇન થઇ ગયા છે, સરેરાશ મૃત્યઆંક ખુબ જ વધી ગયો છે અને જીલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 509 થી વધુ દર્દીઓ પોઝીટીવ આવવાથી ચારેકોર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો છે, જીલ્લા કલેકટરની અપીલ છતા પણ અનેક દર્દીઓ જામનગર આવી રહયા છે, હોસ્પીટલમાંથી ટપોટપ લાશ નીચે ઉતરી રહી છે, કેટલાક દર્દી બહાર રીક્ષા, એમ્બ્યુલન્સ, કાર અને અન્ય ખાનગી વાહનોમાં ઓકસીજન સાથે સારવાર લઇ રહયા છે, અમોને જલ્દી એડમીટ કરો તેવો પોકાર સંભળાઇ રહયો છે અને હોસ્પીટલ બહાર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળી રહયા છે.

કોવિડના સંક્રમણને કારણે સ્મશાનગૃહોમાં મૃતદેહના અગ્ની સંસ્કાર કરવા માટે લાંબુ લીસ્ટ છે, ગઇકાલે જામનગર શહેરના 48 દર્દીના મૃત્યુ થયા હતા, ઇતિહાસમાં પ્રથમ વખત આટલા બધા દર્દીઓના મોત થઇ રહયા છે તે જોવા મળ્યુ હતું, જામનગર શહેરમાં જ 307 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, અત્યાર સુધીમાં 298046 દર્દીના જામનગર શહેરમાં સૈમ્પલ લેવાયા છે, ગઇકાલે 131 ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને મૃત્યુઆંક 24 દશર્વિવામાં આવ્યો છે.

ડીએચઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 233891 લોકોના સેમ્પલ લેવાયા છે, ગઇકાલે 130 ડીસ્ચાર્જ કરાયા છે અને વધુ બે મોત દશર્વિવામાં આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 18 મૃત્યુઆંક દશર્વિવામાં આવ્યો છે, ગામડાઓમાં પોઝીટીવ કેસની સંખ્યા ખુબ જ વધતી જાય છે, લોકોની હાલત ખુબ જ કફોડી બનતી જાય છે, ખાનગી કે સરકારી હોસ્પીટલમાં કયાંય જગ્યા નથી.

જામનગર શહેરમાં અનેક લોકોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે,  સ્થીતી ખુબ જ ખરાબ બનતી જાય છે હવે તો જામનગર સુરત, રાજકોટ અને અમદાવાદની હરોળમાં આવતુ જાય છે. અને જામનગર શહેરની હાલત ખુબ જ ખરાબ છે, મહાપાલીકાના તમામ આરોગ્ય કેન્દ્રમાં એન્ટીજન ટેસ્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

જામનગરમાં એકાદ બે દિવસમાં 370 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે બે ઓકસીજન ટેન્ક બનાવવા માટેની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે કદાચ બે દિવસમાં જ આ કામગીરી પુરી થઇ જશે, આ લખાય છે ત્યારે પણ કોવિડ હોસ્પીટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગી છે, દર્દીઓના સગાઓની હાલત ખુબ જ દયજનક બની ગઇ છે, ગઇકાલે 116 દર્દીના મૃત્યુ થયા બાદ આજે સવારના 10 સુધીમાં વધુ 91 દર્દીના મોત થઇ ચુકયા છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી આખી રાત હોસ્પીટલની બહાર લોકો ચાતક નજરે પોતાના સ્વજનની તબીયત કેમ છે તે પુછવા માટે હેલ્પલાઇન પાસે જ જોવા મળ્યા હતા, હોસ્પીટલની આજુબાજુમાં ફ્રુટ, નાળીયેરના ભાવ પણ આસમાને પહોચ્યા છે ત્યારે આ કોરોનાના ખોફે અનેકને હેરાન, પરેશાન કરી દીધા છે.

જામનગરની સબ રજીસ્ટ્રાર કચેરી બંધ કરી દેવામાં આવી છે, બાગ, બગીચા બંધ રાખવાની મુદત તા. 21ની હતી તે વધારીને તા. 30 કરી નાખવામાં આવી છે, આજથી શહેરની તમામ બેંકો સવારે 10 થી 2 સુધી ખુલ્લી રહેશે અને ગ્રાહકોને એટીએમમાથી નાણા મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કોવિડ હોસ્પીટલના મૃતકોની યાદી (તા. 21 બપોર બાદથી તા.22 બપોર સુધીના મૃત્યુ)
જામનગર

1) સંતોષકુમારીબા ઉદયભાણસિંહજી જાડેજા (ઉ.વ.46) પી.એન. માર્ગ, 2) ઝરીના હજુરી (ઉ.વ.55) પટ્ટણીવાડ, 3) ફાકભાઈ અમીન, 4) નરેન્દ્રભાઈ (ઉ.વ.82) સાધના કોલોની, 5) નશીમ કક્કલ ભોઈનો ઢાળિયો, 6) ધનીબેન સુવાભાઈ સાઠિયા (ઉ.વ.55) પ્રણામીનગર, 7) રશેશભાઈ પંડિત (ઉ.વ.39) પ્રકાશ સોસાયટી, 8) મયુરસિંહ ગોહિલ (ઉ.વ.28) 11-પટેલ કોલોની, 9) ઉષાબેન મોદી (ઉ.વ.53) 1-પટેલ કોલોની, 10) ઈન્દ્રજીતભાઈ પી. ચાવડા (ઉ.વ.85) પાર્ક કોલોની, 11) રામબેન ખાંભલા (ઉ.વ.45) જામનગર, 12) ભરતભાઈ દાઉજીભાઈ ડોબરિયા (ઉ.વ.45) રણજીત સાગરરોડ, 13) અશોકસિંહ નવલસિંહ ગોહિલ (ઉ.વ.32) જામનગર, 14) મધુબેન મહેશકુમાર પંચમતિયા (ઉ.વ.53) પટેલ કોલોની, 15) દોલતબા ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.82) નવાગામ ઘેડ, 16) પરમાર હરેશભાઈ જેઠાભાઈ (ઉ.વ.45) જામનગર, 17) ગૌરીબેન ચંદ્રસિંહ (ઉ.વ.63) શંકરટેકરી, 18) પ્રદ્યુમ્નભાઈ બળવંતરાય ત્રિવેદી (સ્વામીનારાયણ ગુરુકૂળ હૉસ્પિટલ) (ઉ.વ.62) જામનગર, 19) સુમિત્રાબેન કામત (ઉ.વ.45) પટેલ કોલોની, 20) સુશિલાબેન વ્રજલાલ શાહ (ઉ.વ.65) જામનગર, 21) હંસાબેન જેન્તીભાઈ વાદી (ઉ.વ.55) ઈવાપાર્ક, 22) હિતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.41) મુરલીધરનગર, 23) જ્યોતિબેન ક્રિષ્નકુમાર વૈદ્ય (ઉ.વ.70) સાધના કોલોની, 24) કવિતાબેન ગોપાલભાઈ કરમચંદાણી (ઉ.વ.50) પંચવટી, 25) રામીબેન આંબલિયા (ઉ.વ.58) યાદવનગર,
26) નુદ્દીનભાઈ કપાસી (ઉ.વ.58) નાગેશ્ર્વર, 27) દિલીપભાઈ પરિયા (ઉ.વ.58) ખારવા ચકલો, 28) નિલેશસિંહ જાડેજા (ઉ.વ.45) ન્યુ હર્ષદમીલની ચાલી, 29) મહેન્દ્રભાઈ જાદવજીભાઈ પરમાર (ઉ.વ.73) ઓશવાળ કોલોની, 30) જીવરાજભાઈ ડાયાભાઈ કણઝારિયા (ઉ.વ.60) ગોકુલનગર, 31) અનસુયાબેન ધીભાઈ પાણખાણિયા (ઉ.વ.39) બંશીધર સોસાયટી, 32) હરસુખભાઈ કલાભાઈ બોરિયા (ઉ.વ.59) ગોકુલનગર, 33) ઈલાબેન જીતેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ.63) પટેલ પાર્ક, 34) ભરત બાબુલાલ માધાણી (ઉ.વ.50) પટેલ પાર્ક, 35) બેચરભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.55) જીવાપાર્ક, 36) રમેશભાઈ ભગવાનજીભાઈ હિન્ડોચા (ઉ.વ.69) પટેલ કોલોની, 37) નરેન્દ્રલાલ મણિલાલ બારોટ (ઉ.વ.65) પંચેશ્ર્વર ટાવર, 38) આશાબેન મેથિયા (ઉ.વ.60) નવકાર બંગલો, 39) રમેશભાઈ લાખાણી (ઉ.વ.62) પટેલ કોલોની, 40) લાજવંતીબેન કેશવલાલ ભોલાણી (ઉ.વ.83) લીમડાલેન, 41) કલ્યાણનાથ કે. ચત્રી (ઉ.વ.55) ધુંવાવ, જામનગર, 42) તેજુબેન વાઘજીભાઈ ચૌહાણ (ઉ.વ.60) નાના ખીજડિયા, જામનગર, 43) પરમાર પરસોત્તમભાઈ વીરાભાઈ (ઉ.વ.35) ચેલા, જામનગર, 44) ગીતાબેન રાજનભાઈ સાસગિયા (ઉ.વ.35) જાંબુડા, જામનગર, 45) મેનબેન અશરફભાઈ બુખારી (ઉ.વ.55) આમરણ, જામનગર, 46) મહેશભાઈ કરશનભાઈ પરમાર (ઉ.વ.55) જાંબુડા, જામનગર, 47) મનજીબેન ગોગનભાઈ દેવરિયા (ઉ.વ.45) ઢીંચડા રોડ, જામનગર, 48) મલેક મોહંમદભાઈ જીવાભાઈ (ઉ.વ.68) મોરકંડા રોડ, જામનગર, 49) મહેન્દ્રસિંહ રતનસિંહ વાળા (ઉ.વ.53) સિક્કા, જામનગર, 50) રાધાબેન કાનજીભાઈ કણઝારિયા (ઉ.વ.70) શેખપાટ, જામનગર, 51) મહેશભાઈ કરશનભાઈ પરમાર, 52) ગોકુલભાઈ બોચાવદરા, 53) માણેકબેન વનરાજભાઈ પંડસુબિયા, 54) હફીઝાબેન કરીમભાઈ ઝેડા, 55) રવીન્દ્રપ્રસાદ મણિયાર, 56) કૃપાબેન બીપિનભાઈ ત્રિવેદી, 57) રમણિકભાઈ શામજીભાઈ કાનાણી, 58) સવિતાબેન બાબુભાઈ, 59) રમઝાનભાઈ કાદરભાઈ, 60) કાન્તાબેન નંદલાલભાઈ, 61) નરેન્દ્રભાઈ કલારિયા, 62) હેમાબેન ભરતભાઈ, 63) રાજબા જાડેજા, 64) નુદ્દીનભાઈ કપાસી, 65) ધર્મેન્દ્રસિંહ જાડેજા, 66) જયાબા નાનુભા ઝાલા, 67) છગનભાઈ કાનજીભાઈ ચીખલિયા, 68) ભારતીબેન ભગવાનજીભાઈ રાઠોડ, 69) કિશોરભાઈ ભીખુભાઈ કુકડિયા, 70) ધનીબેન ચાવડા, 71) રાજેશભાઈ મગનલાલભાઈ ચૌહાણ, 72) વિજયભાઈ રસિકભાઈ ધોરાજિયા, 73) રમણિકભાઈ દૂધરેજિયા, 74) જેરામભાઈ દેવકરણ, 75) નંદુબેન ગણેશભાઈ ગજોડ, 76) રેણુબેન ઝા, 77) દેવાભાઈ આલાભાઈ ચંદ્રાવાડિયા,


લાલપુર
78) રીટાબેન રમેશભાઈ બૂચ (ઉ.વ.39) લાલપુર, 79) અશોકભાઈ ગોરધનભાઈ રાઠોડ (ઉ.વ.30) સિંગચ, લાલપુર, 80) જીગરભાઈ બલરામભાઈ તાત્રા (ઉ.વ.34) લાલપુર, 81) ઉજીબેન વાલજીભાઈ કાછડિયા (ઉ.વ.75) લાલપુર, 82) ગીરીશભાઈ સવજીભાઈ બાવરિયા (ઉ.વ.45) લાલપુર,


જામજોધપુર
83) રીનાબેન અશોકભાઈ સોલંકી (ઉ.વ.35) જામજોધપુર,


કાલાવડ
84) રણછોડભાઈ સાંગાણી (ઉ.વ.81) શીતલા, કાલાવડ, 85) હંસરાજભાઈ સભાયા (ઉ.વ.61) કાલાવડ, 86) જવાઈબેન ગોરધનભાઈ ગધેકરિયા (ઉ.વ.92) કાલાવડ


ધ્રોલ
87) નયનાબા ગોહિલ (ઉ.વ.78) ધ્રોલ, 88) કુંદનબેન કિશોરભાઈ દાવડા (ઉ.વ.60) ધ્રોલ, 89) પ્રાગજીભાઈ પરસોત્તમભાઈ ગડારા (ઉ.વ.75) વાંકિયા, ધ્રોલ, 90) તનસુખભાઈ કરશનભાઈ પીપરિયા (ઉ.વ.65) ધ્રોલ


દેવભૂમિ દ્વારકા
91) સંતોકબેન સુમણિયા (ઉ.વ.52) દ્વારકા, 92) નઝમાબેન નુરમામદભાઈ (ઉ.વ.45) મીઠાપુર, દ્વારકા, 93) જીજ્ઞેશભાઈ ત્રિભુવનભાઈ બારાઈ (ઉ.વ.35) ઓખા, દ્વારકા, 94) જીવીબેન વસંતભાઈ નકુમ (ઉ.વ.60) જામખંભાળિયા, 95) પોલાભાઈ લગારિયા (ઉ.વ.52) ખંભાળિયા, 96) ડાહીબેન આંબલિયા (ઉ.વ.36) દ્વારકા, 97) કુસુમબા પ્રફુલ્લસિંહ જાડેજા (ઉ.વ.70) દ્વારકા


રાજકોટ
98) દિનેશભાઈ પરમાર (ઉ.વ.50) રાજકોટ, 99) નારણભાઈ રામાણી (ઉ.વ.74) રાજકોટ, 100) ધવલભાઈ સોલંકી (ઉ.વ.32) રાજકોટ, 101) મણિબેન દેવાયતભાઈ ચાવડા (ઉ.વ.50) રાજકોટ, 102) બીપીનભાઈ શામજીભાઈ સોરઠિયા (ઉ.વ.73) રાજકોટ, 103) રમેશભાઈ જેન્તીભાઈ રાવલ (ઉ.વ.62) રાજકોટ, 104) અશ્ર્વિનભાઈ વૃજલાલ ઠાકર (ઉ.વ.38) રાજકોટ


મોરબી
105) છગનભાઈ ચૌહાણ (ઉ.વ.45) ટંકારા, મોરબી, 106) પરબતભાઈ ભવાનભાઈ ભાગિયા (ઉ.વ.62) ટંકારા, મોરબી, 107) ચંપાબેન ભૂવા (ઉ.વ.55) ભરતનગર, મોરબી, 108) તૈયબઅલી મોહંમદભાઈ વૈદ્ય (ઉ.વ.88) મોરબી, 109) ગણેશભાઈ ભૈંસદડિયા (ઉ.વ.52) મોરબી, 110) વશરામભાઈ નાગજીભાઈ માડેસરા (ઉ.વ.65) મોરબી, 111) નવનીતભાઈ ગીરધરલાલ ફોસડિયા (ઉ.વ.55) મોરબી, 112) ચંપાબેન ઘનશ્યામભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.50) મોરબી, 113) મોહિત હરેશભાઈ જાદવ (ઉ.વ.16) વાંકાનેર, મોરબી, 114) મુકેશભાઈ કરશનભાઈ મકવાણા (ઉ.વ.45) વાંકાનેર, મોરબી, 115) સુરેન્દ્ર મિશ્રા (ઉ.વ.55) મોરબી


ગીર સોમનાથ
116) માનસીંગ ગોહિલ (ઉ.વ.62) કોડીનાર, ગીરસોમનાથ, 117) જનકબા જગતસિંહ રાઠોડ (ઉ.વ.60) કોડીનાર, ગીર સોમનાથ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS