ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1160 કોરોના નવા કેસ, 1384 દર્દીને રજા 10 મોત : વાંચો અન્ય વિગતો

  • December 17, 2020 08:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાનો વેગ થોડો ધીમો પડ્યો હોય એમ જણાય છે. દેશમાં અન્ય રાજ્યની સરખામણીએ સૌથી ઓછા કોરોનાના કેસ આજે રાજ્યમાં નોંધાયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1160  કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 54864 કોવિડ 19ના ટેસ્ટ થયા હતા.

 

24 કલાકમાં ગુજરાતના તમામા શહેરોમાંથી 1384 દર્દી સ્વ્સ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને 10 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 214223 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 12647  છે. જેમાંથી વેન્ટીલેટરી કેર પર 67 દર્દીઓ છે. જ્યારે 12580 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 214223 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4203 પર પહોંચ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS