બાકી મ્યુનિસિપલ વેરો ચુકતે કરવાની વન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ સ્કિમમાં ૧૧૧૯ કરદાતા જોડાયા

  • May 14, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.૯ એપ્રિલ ૨૦૨૫થી વેરાની વસુલાત શરૂ કરાઇ છે. રાજકોટ મહાપાલિકા દ્રારા મિલ્કતવેરાના બાકીદારોને રાહત મળી રહે તે હેતુથી વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના કરદાતાઓ સરળ રીતે બાકી વેરાની રકમને વાર્ષિક ધોરણે ચાર હપ્તા (જુનું ચડત+ચાલુ વાર્ષનો વેરો) થકી ભરી શકે છે જેથી બાકી મિલકતવેરામાં ચડત થતું વ્યાજ બંધ થાય છે. ઉપરાંત વર્તમાન સમય સુધીમાં વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમમાં કુલ ૧૧૧૯ કરદાતાઓએ ભાગ લીધો છે તથા વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ યોજના તા.૩૧-૫-૨૦૨૫ સુધી અમલી રહેશે.

મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચને હાલ સુધીમાં કુલ ૧,૯૧,૫૯૭ કરદાતાઓ દ્વારા રૂ.૧૨૦.૩૫ કરોડની વસુલાત થઇ છે. જેમાં કુલ ૧,૪૦,૦૩૬ કરદાતાઓ દ્વારા ઓનલાઇન રૂ.૮૨.૭૬ કરોડ તથા ૫૧,૫૩૧ કરદાતા દ્વારા ચેક તથા રોકડાથી રૂ.૩૭.૫૯ કરોડ આવક થઇ છે. કુલ વેરામાં ૧૩.૬૫ કરોડ જેટલી માતબર રકમ નું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.અર્લિ બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઇ કુલ ૧,૯૫,૬૫૭ કરદાતાએ વેરા ચુકવણી કરી છે.

ડિસ્કાઉન્ટ યોજના હેઠળ તા.૩૧-૫-૨૦૨૫ સુધી સામાન્ય કરદાતાઓને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે ૧૫ ટકા ડિસ્કાઉન્ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ ૧ જુન ૨૦૨૫ થી ૩૦ જુન ૨૦૨૫ સુધી મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application