આગામી 7 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે થનાર મતદાનમાં 1118 મતદાન મથકો ઉપર લાઇવ વેબ કાસ્ટિંગ કરવામાં આવનાર છે. આ માટે જિલ્લા કલેકટર કમ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મતદાન પ્રક્રિયાના નિરીક્ષણ અને દેખરેખ માટે કંટ્રોલરૂમ કાર્યરત થશે તેમજ કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરાશે.
આગમી લોકસભા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા મુકત, ન્યાયી અને પારદર્શક તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલસહ સુચારૂ રૂપે પરિપૂર્ણ કરી શકાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટેકનોલોજીના માધ્યમ થકી આ ચૂંટણી સંપૂર્ણ રીતે પારદર્શીતાની સાક્ષી બનશે. રાજકોટ જિલ્લાના 1118 મતદાન મથકો. રાજકોટ જિલ્લામાં પૂરક મતદાન મથક સહિત કુલ 2236 મતદાન મથકો પર મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કુલ મતદાન મથકોના ઓછામા ઓછા 50 ટકા મતદાન મથકો ઉપર લાઇવ વેબકાસ્ટિંગ એટલે કે મતદાન મથક પર કેમેરા દ્વારા સતત વોચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અનુસાર રાજકોટ જિલ્લામાં 1118 મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે. વેબ કાસ્ટિંગ એટલે વિવિધ મતદાન મથક ઉપર ઇન્ટરનેટ સહિત માળખું ઊભું કરી મતદાન મથકોની તમામ કાર્યવાહીનું સતત નિરીક્ષણ કરવા માટેની વ્યવસ્થા કરાઇ છે.
રાજકોટ જિલ્લાના 1118 મતદાન મથકો પર કેમેરા ગોઠવવામાં આવશે. જેમાં મતદાન અધિકારી દ્વારા મતદારની ઓળખ કરવાની કાર્યવાહી, મતદારની આંગળી ઉપર અવિલોપ્ય શાહી લગાવવી, મતદારની ઓળખ થઈ ગયા બાદ પ્રીસાઈડીંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ શરૂ કરવું. ઇ.વી.એમ.ના બેલેટ યુનિટમાં મત આપવા જતા મતદારની મતકુટીરની મુલાકાત. પરંતુ બેલેટ યુનિટનો કોઈપણ ભાગ કેમેરામાં દેખાવો જોઈએ નહીં. જેથી મતદાનની ગુપ્તતા જળવાઇ રહે. ઉપરાંત મતદાન બંધ કરતી વખતે ઈ.વી.એમ. અને વીવીપેટ સીલ કરવાની કાર્યવાહી તથા મતદાન એજન્ટોને ફોર્મ 17-ક પુરા પાડવાની કાર્યવાહીનું રેકોર્ડીગ કરાશે.
પ્રત્યેક વિધાનસભા સીટ દિઠ થઈ રહેલી વેબ કાસ્ટિંગની કામગીરી પર નિરીક્ષણ અને નિયંત્રણ માટે રાજકોટ ખાતે કંટ્રોલરૂમ ખાતે સુપરવાઈઝરો અને કર્મચારીઓ સતત કાર્યરત રહેશે. જેમાં એક વિધાનસભા મત વિસ્તારદીઠ કર્મચારીઓને દેખરેખ રાખવા માટે ફરજ સોંપવામાં આવશે. ઉપરાંત જિલ્લાના વેબકાસ્ટિંગવાળા બુથો પર સુપર વિઝનની કામગીરી નોડલ ઓફિસર દ્વારા કરવામાં આવશે.
વેબ કાસ્ટિંગ દ્વારા બુથ કેપ્ચરિંગ કે મતદાન મથક પર કોઈ પણ પ્રકારની થતી ગેરરીતિને અટકાવી શકાય છે. આ જીવંત પ્રસારણને રેકોર્ડ પણ કરવામાં આવે છે, જે ખાસ આચારસંહિતા ભંગના કે ગેરમાર્ગે દોરતા કૃત્યો કે બુથ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદના અનુસંધાનમાં મહત્વનું સાબિત થાય છે.લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં તમામ મતદારો નિર્ભિકપણે અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહત્તમ મતદાન કરવા પ્રેરાય તે માટે રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech