સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં વાડીમાં છૂપાવેલી દારૂની ૧૧૧૦ બોટલ ઝડપાઈ

  • February 22, 2021 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી પોલીસ પૂર્વ બાતમીના આધારે ૧૧૦૦ ઈગ્લીશ દારૂની બોટલ ઝડપી પાડી હતી. જિલ્લામાં એસપીની સૂચના બાદ પ્રોહિબિશન અને જુગારની બદી નાબુદ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી સઘન કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાની આગેવાનીમાં ઝીંઝુવાડા પીએસઆઈ વી.પી.મલ્હોત્રા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રાત્રી પોલીસ બંદોબસ્ત દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે ઝીંઝુવાડા ગામની સીમમાં આવેલી વાડીમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. ઝીંઝુવાડા પોલીસે આ દરોડામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો નંગ ૧૦૩૮ અને બિયર ટીન નંગ ૭૨ મળી આવ્યા હતા આ કેસનો આરોપી પુનભા બચુભા ઝાલા (ઝીંઝુવાડા) મળી નહીં આવતા નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS