Ph.Dના 111 વિદ્યાર્થીઓને 'શોધ' સ્કિમ હેઠળ દર મહિને સંશોધન માટે મળશે 15 હજાર રૂપિયા 

  • July 26, 2021 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પીએચડી કરતાં વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત સંશોધન કરી શકે તે માટે સરકાર દ્વારા 'સ્કિમ ઓફ ડેવલોપિંગ હાઈક્વોલિટી રિસર્ચ' - 'શોધ'ની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે 159 વિદ્યાર્થીઓએ આ સ્કિમનો લાભ મેળવવા અરજી કરી હતી. જેમાંથી 148 અરજીઓ વેરીફાઈ કરવામાં આવી હતી. તો 111 વિદ્યાર્થીઓ પસંદગી પામતાં તેમને દર મહિને 15 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે. 

 

પીએચડીના વિદ્યાર્થીઓ સમાજલક્ષી તથા સારી રીતે ખર્ચની ચિંતા કર્યા વગર ગુણવત્તાયુક્ત સંશોધન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 'શોધ' સ્કિમની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કિમ હેઠળ પીએચડીની એન્ટ્રન્સ પરિક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને મહિને 15 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. ગયા વર્ષે આ સ્કિમ હેઠળ 30 જ વિદ્યાર્થીઓને લાભ મળ્યો હતો. જ્યારે આ વર્ષે રજીસ્ટ્રેશનની છેલ્લી 28 ફેબ્રુઆરી હતી. આ દરમિયાન કુલ 117 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. તો છેલ્લા દિવસે તારીખ વધારીને 8 માર્ચ કરવામાં આવી હતી. જેને પગલે કુલ 159 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 148 અરજીઓ વેરિફાઈ થઈ હતી તો તેમાંથી 111 વિદ્યાર્થીઓને આ સ્કિમનો લાભ મળશે. 

 

આ વર્ષે મહત્તમ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે તે માટે અરજી કરવાની તારીખ લંબાવામાં આવી હતી. તેને પરિણામે કુલ અરજી 75 ટકા વિદ્યાર્થીઓને આ સ્કીમનો લાભ મળશે. આ સ્કિમને લીધે વિદ્યાર્થીઓમાં સમાજલક્ષી વિષય પર પીએચડી કરવા માંગતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS