હળવદના ૧૧ ગામોને બ્રાહ્મણી-૧ ડેમમાંથી સિંચાઈનો લાભ મળશે

  • February 24, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ તાલુકાના ૧૧ ગામો છેલ્લા  ઘણા લાંબા સમયથી શિવપુર, ચુંપણી, રણછોડગઢ, માથક, ડુંગરપુર, માણેકવાડા, રાતાભેર, વાંકીયા, ખેતરડી, રાયધ્રા અને સમલી ગામોને પિયતના પાણી માટેની રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે ૧૧ ગામોને સરદાર સરોવર નિગમની કોઈપણ બ્રાન્ચ કેનાલ મારફતે સિંચાઈનો લાભ મળતો નહતો. જેથી કરીને નર્મદાનું પાણી આપવા માટે ૬૨.૪૨ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ૧૧ ગામોના આશરે ૨૪ તળાવો, એક ચેકડેમ તથા એક નાની સિંચાઈ યોજનાને જોડવામાં આવશે. જેનાથી ૪૦૫ હેક્ટર જમીનમાં પિયતનો લાભ મળશે.

આ તકે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ માહિતી આપી હતી. જેમાં ૧૧ ગામના આગેવાનો, મોરબી જિલ્લ ા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, પૂર્વ મોરબી જિલ્લા  પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, વલ્લ ભભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવાડીયા, નરેન્દ્રસિંહ રાણા, સુખુભા ઝાલા, મનસુખભાઈ કણજારીયા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application