રાજકોટમાં કોરોનાના વધુ ૧૧ શંકાસ્પદ કેસ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલની માફક આજે પણ રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાંથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૧ દર્દીઓ મળી આવ્યા છે. અને તે તમામના સેમ્પલ લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા છે. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ જંગલેશ્વર વિસ્તારમાંથી દોઢ વર્ષની વયના ટવિન્સના કોરોનાના દર્દી તરીકેના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. અને બંને બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આજે વધુ એક બાળકના કિસ્સામાં કોરોના શંકાસ્પદ કેસ હોવાના લક્ષણો જોવા મળતાં તેનો નમૂનો પણ જામનગર ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
આજે જે ૧૧ શંકાસ્પદ કિસ્સાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેમાં પાંચ દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અને છ દર્દીઓ પીડીયુ સરકારી હોસ્પિટલમાંથી મળી આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS