મધુરમ સોસાયટીમાં એક લાખના મુદામાલ સાથે 11 જુગારી ઝડપાયા

  • May 17, 2021 11:25 AM 

ભીમવાસ, દાવલશા ફળી, મીણા દાતાર નજીક, લાલપુરમાં પોલીસના દરોડા: જુગારીઓની રોકડ સાથે અટકાયત કરી

જામનગરના નવાગામ ઘેડમાં આવેલી મધુરમ સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતાં 11 જુગારીઓને કુલ 1 લાખના મુદામાલ સાથે પોલીસે પકડી લીધા હતાં, આ ઉપરાંત દાવલશા ફળી ચોક, મીણા દાતાર દરગાહ પાછળનો વિસ્તાર અને સીટી-બી ડીવીઝન દ્વારા કાટછાપનો જુગાર રમતાં પકડી લીધા હતાં, ઉપરાંત લાલપુર ગૌ શાળા પાસે તીનપતિની મોજ માણતા પાંચ પત્તા પ્રેમી ઝપટમાં આવ્‌યા હતાં.

જામનગર જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડની ટુકડી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે નવાગામ ઘેડના મઘુરમ સોસાયટીમાં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતાં મઘુરમ સોસાયટીના ધર્મેશ ઉર્ફે ધમો નવલ યાજ્ઞીક, જશવંત સોસાયટીના ભરત ઉર્ફે ડાડો છગન બાંભણીયા, ઇન્દીરા માર્ગ ટ્રાવેલ્સની ઓફીસની બાજુમાં રહેતો યોગેશ રાજેશ પરમાર, વિક્રમ ઉર્ફે વિશાલ બીપીન પરમાર, રણજીતનગર હુડકોમાં રહેતો ભગીરથસિંહ વનરાજસિંહ જાડેજા, દિ.પ્લોટ 57-58 વચ્ચે રહેતા મયુરસિંહ પ્રતાપસિંહ જાડેજા, રામનગર ઢાળીયે રહેતા હિતેશ ઉર્ફે હકકો બીજલ સવાસડીયા, રાજપાર્ક-રોયલ પાર્કના જયવીર દિપક ચૌહાણ, જલારામનગરના પ્રદિપસિંહ ઉર્ફે છોટીયો અજીતસિંહ વાઘેલા, પંચેશ્ર્વર ટાવર કચેરીફળીમાં રહેતા નિર્મલ રમેશ પઢીયાર, ખડખડનગરના સંજયસિંહ રામસંગ જાડેજાને દબોચી લીધા હતાં.

તેની પાસેથી ગંજીપત્તા, 17650ની રોકડ અને 3 મોટર સાયકલ મળી 107650નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, આ કાર્યવાહી પેરોલ સ્કવોડના પીએસઆઇ ગરચર, સ્ટાફના ગજુભા, સુરેન્દ્રસિંહ, રણજીતસિંહ, સલીમભાઇ, કાસમભાઇ, નિર્મળસિંહ, ભરતભાઇ, રાજુભાઇ, મેહુલભાઇ, ગીરીરાજસિંહ, અરવિંદગીરી, ધર્મેન્દ્રભાઇ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

બીજા દરોડામાં જામનગરના ભીમવાસમાં જાહેરમાં કાટછાપનો જુગાર રમતાં ભીમવાસ-1ના ચંદ્રેશ ઉર્ફે ચંદીયો દિલીપ ગોહીલ, ભરત ઉર્ફે ટીટી ઉર્ફે ભાવેશ હિરા ખીમસુરીયા, હેમત વાલજી વઘોરા અને નરેન્દ્ર મનજી વાઘેલાને રોકડ ા.3330 સાથે પકડી લીધા હતાં જયારે દાવલશા ફળી ચોકમાં જાહેરમાં બેસીને ઘોડીપાસાનો જુગાર રમતાં સુયાણીફળીમાં રહેતા ફેઝલ મામદ ગોરી, અલ્તાફશા કાસમશા બાનવા, સાહીલ અલાઉદીન વારીયા, મોસીન ઇબ્રાહીમ વારીયા અને રફીક અલી ગુજરાતીને રોકડા 10170 સાથે દબોચી લીધા હતાં.

આ ઉપરાંત મીણા દાતાર દરગાહ પાછળ જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતાં અબ્રાહીમ નુરમામદ બ્લોચ, આબેદીન ગુલામામદ દરજાદાને રોકડ 1810 અને ગંજીપતા સાથે પકડી લીધા હતાં જયારે ટીપુ નુરમામદ મકરાણી, અખ્તર નુરમામદ મકરાણી, જીલાની મહમદ મકરાણી, ફેઝલ બસીર મકરાણી, મુન્ના બાબા સંધી, વસીમ સુલેમાન મકરાણી, કયુમ અલ્તાફ મકરાણી અને ગની કાસમ મકરાણી નામના ઇસમ નાશી છુટયા હતાં.

વધુ એક દરોડામાં લાલપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્‌યારે એવી બાતમી મળેલી કે ગૌ શાળા પાસે જાહેરમાં કેટલાક શખસો તીનપતિનો જુગાર રમે છે, આથી પોલીસે દરોડો પાડી જુગાર રમતાં લાલપુર છબીલ ચોકમાં રહેતા અબ્બાસ હુશેન શેઠા, ઢાંઢર કાંઠે રહેતા અલ્તાફ નુરશા ફકીર, ચાર થાંભલા પાસે રહેતા દેવજી જેરામ નેસડીયા, છબીલ ચોકમાં નવાઝ ઇબ્રાહીમ ચનાણી, લાલપુર કોળીવાસના રમેશ રણછોડ મકવાણાને રોકડ સહિત 10480 સહિતના મુદામાલ સાથે પકડી લીધા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS