જામનગર અને જામજોધપુરમાં 11 જુગારી ઝપટમાં આવ્યા

  • July 08, 2021 01:12 PM 

દરોડા વખતે ચાર ભાગી છુટ્યા, રોકડ અને સાહિત્ય કબજે લેતી પોલીસ

જામનગરના સેટેલાઈટ સોસાયટી વિસ્તારમાં ઘોડીપાસાનો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે પકડી લીધા હતા જ્યાંરે જામજોધપુરના શંખપુર માં જુગાર રમતા ચાર ઝપટમાં આવ્યા હતા અને ચાર રફુચક્કર થઈ ગયા હતા.

જામનગરના મોર્કંડા રોડ સેટેલાઈટ સોસાયટીમાં આબલી ચોક ખાતે લાઇટના અજવાળે ઘોડી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને ધોડીપાસાનો જુગાર રમતા ઘાંચીની ખડકી પાસે રહેતા ઈર્શાદ હસન બાદીદા, રબાની પાર્કમાં રહેતા તબરેજ નસીર અબદાન, નેશનલ પાર્કમાં રહેતા મહંમદ ઓસમાણ ખંભાળિયા, રંગમતી સોસાયટીના ઈરફાન ઇસરાફીલ અન્સારી, અલસફા પાર્કમાં રહેતા ઈર્શાદ ઈકબાલ રાવકટા, મકવાણા સોસાયટીમાં રહેતો મોહંમદઅક્રમ

ઈકબાલ બ્લોચ, નેશનલ પાર્કના કાસમ રમજાન કરાર નામના શખ્સોને રોકડ રૂપિયા 4500 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં જામજોધપુરના શંખપુર ગામના નામોરી નુરમામદના ઘરની બાજુમાં જાહેર રસ્તા પર ગંજી પત્તાનો જુગાર રમતા જામ સખપુર ગામના યાકુબ મામદ ઘોઘા, હાસમ વલીમામદ હાલેપોત્રા, વેરાવળ ગામના ઉમર ઓસમાણ ઘોઘા, સડોદર ગામના હસન ઉમર ઘોઘા, નામના શખ્સોને રોકડ 820 તથા ગંજી પત્તા સાથે પકડી લીધા હતા

જ્યારે દરોડા વખતે નામોરી નુરમામદ ઘોઘા, સુમાર નુરમામદ ઘોઘા, ઊંઢા અલી ઘોઘા, અલી સુમાર હાલેપોત્રા નામના શખ્સો ફરાર થઈ ગયા હતા. દરમિયાનમાં જુગાર ધારા તથા જાહેરનામા ભંગ સબબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS