યોર્જિયામાં ઝેરી ગેસ ફેલાતા ૧૧ ભારતીયના મોત નિપજ્યાં

  • December 17, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યોર્જિયાના ગુદૌરીના પર્વતીય રિસોર્ટમાં એક રેસ્ટોરન્ટમાં ૧૧ ભારતીય નાગરિકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. અહીં સ્થિત ભારતીય મિશને આ માહિતી આપી હતી. શ્વાસ ંધાઈ જવાના લીધે આ લોકોના મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં કોઈ હિંસા થયાનું સામે આવ્યું નથી.
સ્થાનિક મીડિયાએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે ૧૧ ભારતીયના મૃત્યુ કાર્બન મોનોકસાઇડના ઝેરથી થયું છે. ભારતીય મિશનએ અહીં જારી કરેલા એક નિવેદનમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઐંડી સંવેદના વ્યકત કરી છે. મિશનએ કહ્યું કે તે માર્યા ગયેલા ભારતીય નાગરિકો વિશે માહિતી મેળવવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને આ મામલે તમામ શકય મદદ પૂરી પાડશે.
અગાઉના દિવસે, તિલિસીમાં ભારતીય મિશનએ કહ્યું હતું કે તમામ ૧૧ મૃતકો ભારતીય નાગરિક હતા. નિવેદન અનુસાર, તમામ મૃતકો ભારતીય રેસ્ટોરન્ટમાં કર્મચારી તરીકે કામ કરતા હતા અને તેમના મૃતદેહ બીજા માળે સ્થિત બેડમમાંથી મળી આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે જે લોકોએ જીવ ગુમાવ્યો તે ઉત્તર ભારતના છે.

યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલય દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં ૧૧ વિદેશી હતા યારે એક યોર્જિયન નાગરિક હતો.
સ્થાનિક પોલીસે યોર્જિયા ક્રિમિનલ કોડની કલમ ૧૧૬ હેઠળ તપાસ શ કરી છે. આ બેદરકારીથી સંબંધિત મૃત્યુનો કેસ છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ, બેડમની નજીક એક બધં જગ્યામાં ઇલેકિટ્રક જનરેટર રાખવામાં આવ્યું હતું, જે સંભવત: શુક્રવારે રાત્રે વીજ પુરવઠો કટ થયા પછી ચાલુ થઈ ગયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે 'મૃત્યુનું ચોક્કસ કારણ' શોધવા માટે ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application