જામ્યુકોને મિલ્કતવેરામાં 11.08 કરોડની આવક

  • June 15, 2021 11:42 AM 

વોટરચાર્જના ા. 1.71 કરોડ ભરાયા : 32881 લોકોએ વળતરની યોજનાનો લાભ લીધો

જામનગર મહાપાલીકાની એડવાન્સ વેરા વળતર યોજનામાં લોકો મોટી સંખ્યામાં લાભ લઇ રહયા છે તા. 17-5-21 થી તા. 30-6-21 સુધી આ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે અને તા. 14 સુધીમાં 32881 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

આસી. કમિશ્નર (ટેક્ષ) જીજ્ઞેશ નિર્મલના માર્ગદર્શન હેઠળ ટેક્ષ અધિકારીઓ જી.જી. નંદાણીયા, ધીરેન મહેતા અને અન્ય સ્ટાફ કામગીરી કરી રહયો છે, અત્યાર સુધીમાં મિલ્કત વેરામાં 11.08 કરોડ અને વોટર ચાર્જમાં ા. 1.71 કરોડ મળ્યા છે અને 95.99 લાખનું રીબેટ આપવામાં આવ્યું છે, આ યોજનામાં 21335 લાભાર્થીઓએ ા. 77.16 લાખ અને વોટર ચાર્જમાં 11547 લાભાર્થીઓએ ા. 18.82 લાખનું રીબેટ મેળવેલ છે, આ યોજના તા. 30-6 સુધી હોય વધુને વધુ લોકોએ લાભ લેવા જણાવ્યું છે.

તા. 31-3-2006 સુધીની રેન્ટ બેઇઝ પઘ્ધતી મુજબની બાકી રોકાતી મિલકત વેરા અને વોટર ચાર્જની રેન્ટ બેઇઝ પઘ્ધતી મુજબની બાકી રહેતી રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી અને તા. 1-4-2006થી કારપેટ બેઇઝ પઘ્ધતી મુજબની બાકી રહેતી રોકાતી મિલ્કત વેરા અને વોટર ચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે, વ્યવસાય વેરામાં વ્યાજ માફીની યોજના તા. 30 જુન સુધી ચાલુ છે, જેનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS