ગુજરાતમાં સ્થાનિક સ્વરાયની ચૂંટણીને લઈ પોલીસ દ્રારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસે આંતરરાય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુરિયર કંપનીની ગાડીના ચોરખામાં સંતાડેલી ૭૫ લાખની ૧૦૮ કિલો ચાંદી અને ૧.૩૮ કરોડ રોકડ રકમ ઝડપી પાડી છે. સાથે ત્રણ શખસની ધરપકડ કરવામાં આવી છે. આ રોકડ અને ચાંદીનો જથ્થો રાજકોટ લાવવામાં આવી રહ્યો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સ્થાનિક સ્વરાયની ચૂંટણી હોવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર પોલીસ દ્રારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે મધ્યપ્રદેશ–ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ કયુ હતું. ત્યારે ઓજસ સ્પીડ કુરિયર કંપનીની બોલેરો કેમ્પર ગાડીને રોકી હતી. જેમાં તપાસ કરતા બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી. પોલીસે ગાડીના ડ્રાઈવર વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા, મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુા અને રાજુ શ્રીકાલિકા પ્રસાદ પટેલની ધરપકડ કરી હતી. આ ત્રણેયના પકડી મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને ગુનો દાખલ કર્યેા હતો. ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા રોકડ રકમનો ઉપયોગ થવાની શંકા જતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech