ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરાના આદેશથી નો-પાર્કિગ ઝોનના ભંગ અંગે તેમજ સીઓ ચેકિંગ અંતર્ગત એસટી બસના મુસાફરો છીનવી જતા ૧૦૪ ખાનગી વાહનો જપ્ત કરી સ્થળ ઉપર હાજર દંડ પેટે રૂ.૭૬,૦૦૦ તેમજ ડિટેઇન થયેલા વાહનોને રૂ.૫,૭૭,૩૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં ઢેબર રોડ એસટી બસ પોર્ટ વિસ્તાર ઉપરાંત શહેરના વિવિધ એન્ટ્રી પોઇન્ટ્સ ઉપરના બસ સ્ટોપ્સ જેમાં રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ-જામનગર હાઇવે ઉપર માધાપર ચોકડી, રાજકોટ-જૂનાગઢ હાઇવે ઉપર ગોંડલ રોડ ચોકડી, રાજકોટ-મોરબી હાઇવે ઉપર બેડી ચોકડી, રાજકોટ-કાલાવડ હાઇવે ઉપર કેકેવી ચોક તેમજ રિંગ રોડ-૨ જંકશન અને રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આજી ડેમ ચોકડી સહિતના વિવિધ એસટી બસ સ્ટોપ્સ ઉપર એસટી બસની રાહ જોઇને ઉભેલા મુસાફરોને લઇ જતા ખાનગી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા જેમાં ઇકો કાર, તુફાન જીપ, સિટી રાઇડ, મીની બસ તેમજ ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લકઝરી બસ સહિતના વાહનો સમાવિષ્ટ છે.રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ એસટી ડિવિઝન હેઠળના ગોંડલ, મોરબી, જસદણ, ચોટીલા, વાંકાનેર, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ નવ ડેપોને પણ ઉપરોક્ત મુજબ નો પાર્કિંગ ઝોન અને સીઓ ચેકિંગ કરવા આદેશ જારી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત કાર્યવાહીમાં એસટી નિગમની ટીમ સાથે ટ્રાફિક પોલીસ અને આરટીઓની ટીમ પણ જોડાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech