ગુજરાત રાજ્યની તિજોરીમાં વેરાની આવક ધમધોકાર સાબિત થઈ છે જેમાં ખાસ કરીને સ્ટેમ્પ ડ્યુટી અને વિદ્યુત શુલ્ક કમાઉ દીકરો થયો છે.જેની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જે આવકનો સરવાળો 26,800 કરોડ થવા જાય છે છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યમાં મનોરંજન કરમા વિક્રમ ઘટાડો થયો છે પરંતુ સ્ટેમ્પ ડ્યુટી અને વિદ્યુત શુલ્કની આવકમા કોઈ ઘટાડો થયો નથી જમીન મહેસુલ ની પણ ઊંચા દરે વસૂલાત કરવામાં આવી રહી છે છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારની આવકમાં 10,000 કરોડનો વધારો નોંધાયો છે.
ગુજરાત સરકારના નાણા વિભાગે રજૂ કરેલા દસ્તાવેજમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2023- 24ના અંતે રાજ્ય સરકારની પોતાની વેરાની આવક વધીને 1,34,106 કરોડ, થઈ છે જે અગાઉ વર્ષના વર્ષમાં છ1,24,864 કરોડ થવા પામી હતી. સ્ટેમ્પ ડ્યુટી અને વિદ્યુત શુલ્ક ની આવકમાં વાર્ષિક વૃદ્ધિ દર 10%થી વધારે છે પરંતુ તેની સાથોસાથ જમીન મહેસૂલનો દર પણ 13.28% જેટલો વિક્રમી રહ્યો છે.
છેલ્લા 13 વર્ષ દરમિયાન આવક ના આંકડા ની સરખામણી કરતા 2011 -12 માં રાજ્યની તિજોરીમાં વેરાની આવક માત્ર 44,250 કરોડ રૂપિયા હતી જે 2021-22માં વધીને 97709 કરોડ એ પહોંચવા પામી છે. અગાઉ વેચાણ વેરા અને મૂલ્યવર્ધિત વેરાની આવક મળતી હતી પરંતુ હવે ગુડ સર્વિસ ટેક્સ જીએસટીની આવક મળી રહી છે ગયા વર્ષે જીએસટીની આવક 89138 કરોડ હતી ચાલુ વર્ષે 93,615 કરોડ થવાની સંભાવના છે.
ગુજરાતની પ્રજા મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહી છે ત્યારે સરકારની તિજોરી વેરાની આવકથી છલોછલ થઈ રહી છે છેલ્લા એક વર્ષમાં સરકારની આવકમાં 10,000 કરોડની આવકનો જંગી વધારો નોંધાયો છે રાજ્ય સરકારે મનોરંજન કર ની આવકમાં ઘટાડો નોંધાયો છે પરંતુ સ્ટેપ ડ્યુટી વિદ્યુત શુલ્ક માં કોઈ ઘટાડો થયો નથી જમીન મહેસૂલ પણ ઊંચા દરે વસૂલવામાં આવતું હોવાથી સરકારની તિજોરી વેરાની આવકથી છલોછલ થઈ છે રાજ્ય સરકારને છેલ્લા વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટી અને વિદ્યુતની 26,800 કરોડની જંગી આવક પ્રાપ્ત થઈ છે તો સામાન અને ઉતારો વેરાનો વેરો અને મનોરંજન વેરાને બાદ કરતાં તમામ વેરાની એકંદરે 9.67% ની વૃદ્ધિ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech