આ છે 100 વર્ષના આત્મનિર્ભર ડિઝાઈનર દાદી, હજારોમાં વેંચાય છે એક સાડી

  • August 01, 2020 12:19 PM 455 views

 

જ્યાં ફક્ત 60-70 વર્ષ પછી જ લોકોના હાથ અને પગ જવાબ આપી દેતા હોય છે, કેટલાક લોકો ખાટલો પકડી લેય છે તો કેટલાક પોતાનું કામ પણ માંડ માંડ કરતા હોય છે તેવામાં એક એવા મહિલા પણ છે જે 100 વર્ષે પણ આત્મનિર્ભર છે. 

 

આ છે કેરલના ત્રિસુર જિલ્લામાં રહેતા પદ્માવતી નાયર. જેમની ઉંમર 100 વર્ષની છે અને આ ઉંમરે પણ તેઓ સાડી પર ભરતકામ કરવાનો પોતાનો શોખ પુરો પણ કરે છે અને આ સાડીઓનું વેચાણ પણ કરે છે. 

 

પદ્માવતી નાયર 100 વર્ષની ઉંમરે પણ દિવસમાં 3 કલાક સાડી પર ભરતકામ કરે છે અને પેઇન્ટીંગ પણ કરે છે. તેઓ કહે છે કે તેમને આ કામથી સંતોષ મળે છે. સાડીઓ પર કરેલું બારીક કામ કોઈ અનુમાન પણ ન લગાવી શકે છે કે તે કોઈ વૃદ્ધ મહિલા દ્વારા કરવામાં આવ્યું છે.

 

ખાસ વાત તો એ છે કે લેઆઉટથી લઈને પ્રિન્ટ, ડિઝાઇનિંગ અને કલર સુધીના તમામ કામ પોતાના હાથે કરે છે. તેમને પુત્રી અને વહુ તેમના માટે સાડીઓ લાવે છે. તેમના જીવનનું સૂત્ર છે કે  તમારી જાત સાથે વ્યસ્ત રહો અને બીજાના જીવનમાં દખલ ન કરો. તેઓ 30 દિવસમાં એક સાડી તૈયાર કરે છે અને આ સાડીની કિંમત 3000 જેટલી હોય છે. આ સાડીનું પ્રમોશન વોટ્સએપ અને અન્ય ડિજિટલ માધ્યમથી કરે છે અને આજની યુવા પેઢીને આ સાડીઓ પસંદ પણ પડે છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application