વિધુતીકરણમાં જૂનાગઢનું ભાલેચડા ગામ સંપૂર્ણ સ્માર્ટ બન્યું છે. માણાવદર તાલુકાના ભાલચેડા ગામમા પીજીવીસીએલ દ્રારા સ્માર્ટ મીટર લગાવવાની સો ટકા કામગીરી પૂર્ણ કરી છે. પ્રા વિગત મુજબ પીજીવીસીએલ વિભાગ કચેરીના કાર્યપાલક ઇજનેર ગણાત્રાના માર્ગદર્શન નીચે માણાવદર –૨ પેટા વિભાગીય કચેરી હેઠળના ભાલચેડા ગામમાં સરકારી, વાણિય અને રહેણાંક વિસ્તારોમાં તમામ મિલકતોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. પીજીવીસીએલ કર્મચારીઓ દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી કામગીરીમાં ઘર વપરાશના ૧૦૩, વાણિય એક વિભાગના ૬, જીએલપી અને વોટરપાર્કના ૨–૨ અને અન્ય ૨૦ સહિત કુલ ૧૩૩ સ્થળોએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જિલ્લામાં વીજળીકરણમાં તાલુકાઓમાં ભાલચેડા સૌપ્રથમ સ્માર્ટ ગામ બન્યું છે