ટોઇંગ કરતા વાહનોનું પાર્કિંગ રસ્તા પર આડેધડ થતાં લોકોમાં રોષ: આજે પણ કી-ઓકસ બોર્ડ ઉતારવાની કામગીરી ચાલું
જામનગર શહેરમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી ચાલું રાખવામાં આવી છે, ગઇકાલે રણજીતસાગર રોડ પર ગૌરવ પથને ડેવલોપ કરવાની કામગીરીના અનુસંધાને રણજીતસાગર રોડ પરથી દબાણો દુર કરવાની કામગીરી કરાઇ છે, લગભગ નાના-મોટા ૧૦૦ દબાણો દુર કરી દેવાયા છે અને ૧૫૦ જેટલા જાહેરાતના બોર્ડ પણ હટાવી લેવામાં આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં રુા.૫ કરોડના ખર્ચે ૪ કિ.મી. લાંબો ગૌરવ પથ બનાવવાની કામગીરી થશે ત્યારે ગઇકાલે એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી, અનવર ગજણ, યુવરાજસિંહ ઝાલા સહિતનાઓએ કેબીનો, બેનરો હટાવ્યા હતાં, ત્યારબાદ ક્ધટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાએ પણ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.
આ રસ્તા પર કેનાલની લગોલગ અનેક દબાણો થઇ ગયા છે તે તમામ દબાણોને હટાવી દેવામાં આવ્યા છે, ઉદ્યોગનગર, જીઆઇડીસી, લાલપુર, પોરબંદર, જામજોધપુર તરફ જતાં આ રસ્તાને વ્યવસ્થીત બનાવવા માટે અને તેનું નામ ગૌરવ પથ રાખવા માટેનું નકકી થયું છે.
શહેરીજનોના વાહનો જપ્ત કરનાર ટોઇંગ વાહનોના માલિકો ગમે ત્યાં રસ્તા પર ગમે ત્યાં પાર્કિંગ કરી દે છે, ત્યારે આ વાહનો જાહેરમાં પાર્ક કરી દેવા માટે શું એમને છુટ છે ? એવો પ્રશ્ર્ન ચર્ચાઇ રહ્યો છે, શહેરમાં અનેક સ્થળેથી વાહનો ટોઇંગ કરી લેવામાં આવે છે, પરંતુ ટ્રાફિક પોલીસ ચોકી અને અન્ય જગ્યાએ ટોઇંગ વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેવામાં આવે છે આ અંગે જિલ્લા પોલીસ વડાએ તપાસ કરવી જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMજામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ
April 25, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech