કિયારા- સિદ્ધાર્થના લગ્નમાં મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ

  • February 07, 2023 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • વિવિધ વ્યંજનો બનાવવા દિલ્હી-મુંબઇથી ખાસ સેફની ટીમ બોલાવાઇ
  • દાલ-બાટી બાજરાના રોટલા સહિત ચાઇનીઝ, અમેરિકન, મેક્સિકન ડિસિસ હશે


કિયારા-સિદ્ધાર્થનાં લગ્નનાં ફંક્શન શરૂ થઈ ગયાં છે. બોલીવૂડ સહિતના વીવીઆઇપી મહેમાનો જેસલમેર આવી પહોંચ્યા છે. મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ બનાવવામાં આવશે. 50થી વધુ સ્ટૉલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસશે. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સપર્ટ દિલ્હી-મુંબઈથી આવ્યા છે. ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ છે. 


રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચૂરમા, બાજરાનો રોટલો ખીચડી સામેલ છે. મીઠાઈમાં જેસલમેરના ઘોટવા લાડવા છે. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી છે, જેમાં મકાઈનો રોટલો, પાલક-સરસોનું શાક, છોલે ભટૂરે સામેલ છે. બ્રેકફાસ્ટ, લંચમાં પણ અનેક ડિશ રાખવામાં આવી છે.

ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ લગ્નમાં પ્રાઇવસી રહે તે માટે વેઇટરની ટીમને મુંબઈ-દિલ્હીથી બોલાવી છે. લગ્નમાં સ્થાનિક લોકોને કોઈ પણ કામ આપવામાં આવ્યું નથી. 200 વેઇટર મુંબઈથી તો 300 દિલ્હીથી આવ્યા છે. વેઇટરે વ્હાઇટ પેન્ટ-શર્ટ તથા માથે પાઘડી પહેરી છે. લગ્ન બાદ સિદ્ધાર્થ તથા કિયારા વેડિંગ કેક કટ કરશે. આ કેક બનાવવા માટે મુંબઈથી રાહુલ સહદેવ તથા પ્રણય સુભાષ આવ્યા છે.

જેસલમેરની હોટલ સૂર્યગઢમાં વરરાજા-દુલ્હનની માતા, કાકી, મામી, ભાભી તથા બહેન સાથે મળીને નાચતાં-ગાતાં લગ્નની વિધિઓ કરી રહ્યાં છે. સિદ્ધાર્થનાં નાની પણ દોહિત્રનાં લગ્નને કારણે ઉત્સાહમાં છે. સિદ્ધાર્થ-કિઆરાનાં લગ્નમાં સામેલ થવા મિત્રો તથા સંબંધીઓ જેસલમેર આવી ગયા છે અને તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્નમાં 10 દેશોની 100થી વધુ ડિશ બનાવવામાં આવી છે.

લગ્નનાં દરેક ફંક્શન માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે. સંગીત સેરેમની માટે DJ ગણેશ આવ્યો છે. કિયારાની મિત્ર ઈશા અંબાણીનાં લગ્નમાં પણ DJ ગણેશ હતો. છ ફેબ્રુઆરીએ સંગીત સેરેમની યોજાઇ ગઇ.  મિત્રો તથા પરિવારના સભ્યો ડાન્સ પરફોર્મન્સ આપ્યું. DJ ગણેશે 30થી વધુ દેશમાં પરફોર્મ કર્યું છે. DJ ગણેશ બાદ હરિ અને સુખમણિ બેન્ડન પણ હતું. આ બેન્ડે કેટરીના-વિકીનાં લગ્નમાં પરફોર્મ કર્યું હતું. હરિ તથા સુખમણિ અંગ્રેજી તથા પંજાબી ગીતોને મિક્સ કરીને ગાય છે. આ બેન્ડનાં લોકપ્રિય ગીતો 'મધનિયા', 'છલ્લા', 'બૂહે બરિયા', 'યારિયાં' સામેલ છે. બંનેએ સાથે મળીને 10 ગીતો બનાવ્યાં છે. લગ્નમાં આવેલા મહેમાનો માટે રાજસ્થાની કલ્ચર નાઇટ પણ યોજાયું હતું. 



કિઆરાના ભાઈ મિશાલે બહેનની સંગીત સેરેમની માટે સ્પેશિયલ ગીત તૈયાર કર્યું હતું. મિશાલ રેપર, કમ્પોઝર તથા મ્યૂઝિક ડિરેક્ટર છે. નવેમ્બર, 2022માં તેનો પહેલો ટ્રેક 'નો માય નેમ' રિલીઝ કર્યો હતો. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application